• પૂર્વ CM રૂપાણીના રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં જૂથવાદ વધ્યો હતો.
  • નરેન્દ્ર મોદીએ બોલાવ્યા કે પછી સામેથી મળવા ગયાં!?
  • આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રૂપાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપાશે?

ગાંધીનગર. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપી દીધાં બાદ વિજય રૂપાણી 84 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. વિજય રૂપાણીના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે ત્યારે આ અચાનક મુલાકાત વિશે જાતજાતના તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. એવી પણ ચર્ચા ઉઠી છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે.

વર્ષ 2014 બાદ ગુજરાતના મુખ્યમંત્રીને પાંચ વર્ષ પુરાં કરવા દેવામાં આવતાં નથી. મુખ્યમંત્રી પાંચ વર્ષ પૂરા કરે એ પહેલાં હાઈકમાન્ડ દ્વારા રાજીનામું માંગી લેવાય છે. ભાજપે આ પરંપરાને જાળવતાં વિજય રૂપાણીનું પણ રાજીનામું માંગી લીધું છે. રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતા તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. સૌરાષ્ટ્ર ભાજપમાં જૂથવાદ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

રાજીનામું ધરી દીધા બાદ રૂપાણી કોઈને કોઈ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકતાં નહોતાં. વડાપ્રધાન તેમને મળવાનો સમય આપતાં ના હોવાની પણ ચર્ચા છે. જોકે, આખરે રૂપાણીને અચાનક સમય આપવામાં આવ્યો હતો. તેઓ વડાપ્રધાનને મળવા પહોંચી ગયા હતાં. હાલ તો રૂપાણી આ મુલાકાત વિશે કોઈ ફોડ પાડી રહ્યાં નથી. પરંતુ, આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓને કોઈ મહત્વની જવાબદારી સંપાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, હાલ એમ કહી શકાય કે, રાજીનામું ધરી દીધા બાદ 84 દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને વિજય રૂપાણી રાજી થઈ ગયાં છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(અમેરિકાના મિયામી સ્થિત મૉલમાં મૉડલ કપડાં પહેર્યા વિના પહોંચી – જુઓ ખાંટુ નટુંનો રિપોર્ટ)

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *