- ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં નાગાલેન્ડ જેવાં ઉગ્રવાદી ઘુસણખોરીવાળા રાજ્યોમાં સામાન્ય જનતાની હાલત અંગે કટાક્ષ કરવામાં આવ્યો છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં દિલ્હીની દૂષિત હવાનો પોલીસ વિભાગ થર્ડ ડિગ્રી તરીકે ઉપયોગ કરી શકે છે, એમ જણાવી પ્રદૂષણ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલાં લહેરીના કાર્ટૂનમાં ભારત – રશિયાના જૂના સંબંધોમાં નવી કૂંપળ ફૂટી હોય એમ દર્શાવવામાં આવ્યું છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ પક્ષના સ્થાપિત કરોળીયાઓને સાફ કરી શકશે? એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews