- લગભગ 250 વર્ષ પુરાણા મંદિરમાં 36 સ્તંભ હોવાથી તેને છત્રપતેશ્વર મંદિર કહેવાય છે.
- દામોજીરાવ ગાયકવાડની યાદમાં 1773માં નિર્માણ કરાયેલા મંદિરમાં શિવ પરિવાર બિરાજીત કરાયો હતો.
ધર્મ. પાટણ ખાતે આવેલું છત્રપતેશ્વર મંદિરમાં બિરાજીત ભગવાન કાર્તિકેયનાં દર્શન વર્ષમાં માત્ર એક જ દિવસ માટે ખુલ્લા મુકવામાં આવે છે. સૂર્યોદય પહેલાં કાર્તિકેયનાં મંદિરના દ્વાર ખુલ્લા કરાય છે અને સૂર્યાસ્ત પહેલાં બંધ કરી દેવાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છત્રપતેશ્વર મંદિરમાં શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી છે.
પૌરાણિક કથા અનુસાર, શંકર ભગવાનના બે પુત્રો કાર્તિકેય સ્વામી અને ગણેશજી વચ્ચે પૃથ્વી ભ્રમણની શર્ત લાગી હતી. બંને ભાઈઓએ પૃથ્વીનું સાત વખત ભ્રમણ કરવાનું હતું. કાર્તિકેય સ્વામી પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરીક્રમા કરવા નિકળી પડ્યા હતાં, જ્યારે ઉંદર વાહન પર પૃથ્વીની પરીક્રમા કરવું ગણેશજી માટે શક્ય નહોતું. તેથી તેમણે માતા – પિતાની આસપાસ 7 ફેરા ફરીને પરીક્રમા પુર્ણ કર્યાનું ફળ પ્રાપ્ત કર્યું. ગણેશજીની બુદ્ધિ પ્રતિભાના શિવ – પાર્વતી સહિતના દેવોએ વખાણ કર્યા અને ભગવાન શિવજીએ ગણેશજીના રિદ્ધિ – સિદ્ધિ સાથે લગ્ન કરાવ્યા.
પૃથ્વીની 7 પરીક્રમા કર્યા બાદ પરત ફરેલાં કાર્તિકેય સ્વામીને આ સમગ્ર બાબતની જાણ થતાં તેમણે ક્રોધમાં આવીને એવો શ્રાપ ઉચ્ચાર્યો કે, જે કોઈ પરણીતા સૌભાગ્યવતિ સ્ત્રી તેમનું મોં જોશે તે વિધવા થઈ જશે. બાદમાં તમામ દેવોએ આરાધના કરી કાર્તિકેયને શાંત કર્યા હતાં. ત્યારે તેમણે નિર્ણય કર્યો કે, વર્ષની શરૂઆતમાં પ્રથમ પૂર્ણિમાએ જે સૌભાગ્યવતિ મહિલાઓ મારા દર્શન કરશે તો તેઓનું સૌભાગ્ય અખંડ રહેશે. જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
ઉપરોક્ત પૌરાણિક કથા અનુસાર જ પાટણ સ્થિત છત્રેશ્વર મંદિરમાં બિરાજીત કાર્તિકેયના દર્શન માટે વર્ષમાં એક જ દિવસ દ્વાર ખોલવામાં આવે છે. આ મંદિર દામોજીરાવ ગાયકવાડની યાદમાં વર્ષ 1773માં આજથી લગભગ 250 વર્ષ પૂર્વે બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મંદિરમાં કુલ 36 સ્તંભ હોવાને કારણે તેનું નામ પડ્યું હોવાનું કહેવાય છે.
નવા વર્ષ બાદ આજરોજ આવેલી પહેલી પૂર્ણિમા એટલે કે કાર્તિકેય પૂર્ણિમાના દિવસે પાટણ સ્થિત મંદિરના દ્વારા સવારે સૂર્યોદય પહેલાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કાર્તિકેયના દર્શન કર્યા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.