- 14 મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાં સોશિયલ મિડીયામાં તિખી પ્રતિક્રિયા.
- તૂટ ગયા અભિમાન, જીત ગયા મેરે દેશ કા કિસાનઃ હાર્દિક પટેલ.
- જો ખેડૂતોના ત્રણ કાયદા દેશહિત માટે હતાં તો શા કારણે એને પરત ખેંચવામાં આવ્યા? – ગિરધ વાઘેલા
Gujarat. આજરોજ દેશજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મેં ખેડૂતોના પડકારોને ઝીણવટપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. આ સાથે વડાપ્રધાને ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરીને દેશવાસીઓની માફી માગી હતી. છેલ્લાં 14 મહિનાથી વિવાદાસ્પદ રહેલાં કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાતને પગલે કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે.
AAPના નેતા ઇસુદાન ગઢવીએ કાયદાઓ સામે લડત આપનાર ખેડૂત ભાઈઓને અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું હતું કે, મારો કેન્દ્ર સરકારને એક સવાલ છે. સવા વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યા, ખાલીસ્તાની કહ્યા, આંદોલનજીવી કહ્યા.. એટલું જ નહીં… 700થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે. એના માટે જવાબદાર કોણ? એમના પરિવારનું ભરણપોષણ હવે કોણ કરશે? પેટાચૂંટણીમાં હારી ગયેલી આ સરકારે પેટ્રોલ – ડિઝલના ભાવ ઘટાડ્યા અને હવે કૃષિ કાયદાઓ પરત લીધા, તો વિચારો આ સરકાર માત્ર ચૂંટણી જીતતી સરકાર છે. સરકારને લાગ્યું હશે કે હવે આપણું ચાલશે નહીં, એટલે ચૂંટણીઓ નજીક આવતાં જ આ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી દીધી. જો દેશની જનતા એક થાય તો આ અહંકારી સરકારને ઝુકવું પડશે.
કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તૂટ ગયા અભિમાન, જીત ગયા મેરે દેશ કા કિસાન. આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય પ્રાપ્ત થયો છે. આંદોલનમાં ભાજપાની તાનાશાહીથી શહીદ થયેલાં ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિના રૂપે અર્પિત છે. ભાજપના નેતા અત્યાર સુધી ત્રણ કૃષિ કાયદા લાગુ થવાના ફાયદા ગણાવતાં હતાં, પરંતુ આજથી એ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાના ફાયદા ગણાવશે.
https://twitter.com/ShankersinhBapu/status/1461555483811057667
તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરી હતી કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતનેતા અને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે, પહેલીવાર વડાપ્રધાને નમતું જોખ્યું છે. અત્યાર સુધીમાં અનેક શહીદ થઈ ગયા છે. પહેલા કાયદાઓ રદ કર્યા હોત તો ખેડૂતો બચી ગયા હોત. ઉત્તરપ્રદેશમાં ભાજપ સત્તા ગુમાવે છે એવો સર્વે સામે આવ્યો હોવાથી કાયદા પાછા ખેંચવામાં આવ્યા છે.
કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ જણાવ્યું હતું કે, જો ખેડૂતોના ત્રણ કાયદા દેશહિત માટે હતાં. તો શા કારણે એને પરત ખેંચવામાં આવ્યા? 700 ખેડૂતની શહાદત બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
બીજી તરફ, રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને વધુને વધુ સારી રીતે કેવી રીતે ઉપયોગી થઈ શકે એ માટે પ્રયત્ન કરી રહી છે. એમ જણાવતાં વડાપ્રધાનની જાહેરાતને આવકારી હતી. તેમજ રાજકોટ શહેર ખાતે કિસાન સંઘ દ્વારા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતને આવકારતાં આતશબાજી કરવામાં આવી હતી.
જોકે, રાજકોટ જિલ્લાના ધોરાજી – ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે આ કાળા કાયદા પરત ખેંચવાનો નિર્ણય કરવો પડ્યો છે. ખેડૂતોની આજે જીત થઈ છે. ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આંદોલનકારી ખેડૂતો અને અન્ય ખેડૂતો ભાજપ સરકારને જાકારો આપવાની છે એ વાત નિશ્ચિત છે. ઉપરાંત, જ્યારે પણ કોઈ નવા કાયદા લાગુ કરવા હોય તો એ પહેલાં સંબંધિત લોકો સાથે બેસી ચર્ચા કરીને નિર્ણય કરવો જોઈએ તેવી મારી માંગ છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.