- તા. 9 અને 10 ઓક્ટોબરના રોજ વિવિધ કેટેગરીંમાં યોજાશે ચેમ્પિયનશિપ.
funraNg. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા તા. 9 અને 10 ઓક્ટોબરના રોજ Gujarat State Powerlifting, Bench-Press And Deadlift Championship 2021 નું આયોજન કરવામાં આવ્યુ છે. વાઘોડીયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ કેટેગરીમાં ચેમ્પિયનશિપ યોજાશે. આજરોજ સ્પર્ધા માટે વેઈટ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તા. 9 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી સબ જૂનિયર, જૂનિયર અને માસ્ટર્સની ચેમ્પિયનશિપ યોજાશે. જ્યારે તા. 10 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી સિનિયર અને વુમન્સ (જૂનિયર – સિનિયર)ની ચેમ્પિયનશિપ યોજાશે.
#Funrangnews #GujaratState #Powerlifting #Bench-Press #Deadlift #Championship2021