- શનિવારે મિનસ ગેરૈસ રાજ્યના ફર્નાસ લેક (સરોવર)માં સર્જાયેલો ગમખ્વાર અકસ્માત.
- વરસાદને કારણે નબળી પડી ગયેલી મોટ્ટી ભેખડ ત્રણ પ્રવાસી બોટ પર પડી.
Mehulkumar Vyas. [9978918796]
બ્રાઝિલ । ગત શનિવારે બ્રાઝિલના મિનસ ગેરૈસ રાજ્યના ફર્નાસ લેકમાં મસમોટી ભેખડ તૂટી પડવાની ઘટનાએ વિશ્વભરમાં ચકચાર મચાવી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ પણ આ બનાવ અંગે ટ્વીટ કરી બચાવ કામગીરી શરૂ કરાઈ હોવા અંગે જાણકારી આપી છે. શનિવારે 7 મોતની પુષ્ટી થયા બાદ હાલ વધુ 3 મૃતદેહ મળી આવતાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.
મિનસ ગેરૈસ રાજ્યમાં સો જોસ દા બારા અને કેપિટલિયો શહેરની વચ્ચે ફર્નાસ લેક (સરોવર) આવેલું છે. તાજેતરમાં બ્રાઝિલના મિનસ ગેરૈસ રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં લગભગ 17 હજાર લોકો ઘરવિહોણા થઈ ગયા હતાં.
સાઓ પાઉલોથી 420 કિમીના અંતરે આવેલું ફર્નાસ લેક સરોવર પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સાનિધ્યમાં બોટિંગનો આનંદ લેવા અહીં આવતાં હોય છે. ગત શનિવારે પ્રવાસીઓ ભરેલી બોટ્સ લેકમાં તરી રહી હતી. તે દરમિયાનમાં એક મોટી ભેખડ ધડાકાભેર સરોવરમાં તૂટી પડી હતી.
તૂટવાનો અંદેશો આપતી ભેખડથી દૂર જવાનો પ્રયાસ કરી રહેલી બે બોટ પર જ મોટો ભાગ પટકાયો હતો. બે બોટમાં એક જ પરિવારના સભ્યો તેમજ મિત્રો સવાર હતાં. આ દુર્ઘટનાને અનેક લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 30ને ઇજાઓ પહોંચી હતી. હાલના તબક્કે દસેક જેટલાં લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સરોવરમાં લાપત્તા થઈ ગયેલાં લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કે તપાસ અધિકારીઓનું માનવું છે કે, ભારે વરસાદને કારણે ભેખડ નબળી પડી ગઈ હોવાથી પડી હોઈ શકે. જોકે, બ્રાઝિલના નેવી દ્વારા દુર્ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવનાર છે.
(FunRang Joke)
પકડું ચપ્પલ લેવા ગયો, ત્યાં સેલ્સ ગર્લને કહ્યું કે, સારા ચપ્પલ બતાવો.
સેલ્સગર્લે પકડુંના પગ સેનેટાઈઝ કર્યા, સાબુથી ધોયા, ટુવાલથી કોરો કર્યા અને પછી ચપ્પલ પહેરાવ્યા. કોરોના કાળમાં ગ્રાહકની આટલી કાળજી લેવાય છે એ જોઈ ખુશ થઈ ગયેલાં પકડુંએ ચપ્પલ ખરીદી લીધાં.
પકડું જવા જ જતો હતો ત્યાં સેલ્સગર્લ્સે પુછ્યું કે, બીજું કંઈ જોઈએ?
પકડુંએ બે સેકન્ડનો વિચાર કર્યો અને માસ્ક ઉતારી બોલ્યોઃ અંડરગાર્મેન્ટ્સ છે!?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz