Funtu News. લોભને થોભ નહીં, લોભીયાઓ નાણાં મેળવવા ગમે તે હદે જઈ શકતા હોય છે. હંગેરીમાં આવા જ એક આધેડ શખ્સે 2.4 મીલીયન પાઉન્ડ એટલે કે લગભગ 24 કરોડનો વીમો પકવવા માટે જાતે જ પોતાના બે પગ ટ્રેનની નીચે આવી જઈને કપાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

હંગેરીયન ન્યૂઝ વેબસાઈટ Blikkના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2014માં 54 વર્ષિય સાંડૉરના બે પગ ટ્રેન અકસ્માતમાં કપાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના કેટલાંક સમય બાદ તેની પત્નીએ વીમા કંપનીમાં નાણાં મેળવવા માટે અરજી કરી હતી. તે વખતે વીમા કંપનીના અધિકારીઓને શંકા ગઈ હતી કે, તેના પગ ટ્રેન અકસ્માતમાં કપાયા નથી. કારણકે, સાંડૉરે વિવિધ 14 હાઈ-રિસ્ક જીવન વીમા પોલીસી લઈ રાખી હતી.

શરૂઆતમાં સાંડૉરે દલીલ કરી હતી કે, વીમા પોલીસી બચત ખાતા કરતાં વધુ ફાયદાકારક હોય છે એવી એને સલાહ જાણકારે આપી હતી. તેથી તેણે પોલીસીઓ ખરીદવાની શરૂ કરી હતી. જોકે, કંપની દ્વારા નાણાં આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. અને આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

તાજેતરમાં આ મામલે ચુકાદો આપતાં કોર્ટે, સાંડૉરે નાણાં મેળવવા માટે જાતે જ પોતાને ઇજા પહોંચાડી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલામાં દોષી ગણી તેને બે વર્ષની જેલની સજા તેમજ 4,725 પાઉન્ડ લગભગ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

એકંદરે, 24 કરોડ રૂપિયાની વિવિધ પોલીસી પકાવવા માટે જાતે જ ટ્રેન તળે જઈ બંન્ને પગ કપાવનાર સાંડૉરને 4 લાખ રૂપિયાનો દંડ અને કારાવાસ ભોગવવાનો વારો આવ્યો છે.

(આ સમાચારનું રિપોર્ટિંગ કરતાં લાલીયાની લવારી)

(વિડીયોની સ્ક્રિપ્ટ)

રીડર           હા તો લાલીજીલાલ..

લાલો          છબીકાર અંજય કપુર સાથે હું લાલો

રીડર           આ છેલ્લે બોલવાનું હોય… અને છબીકાર નહીં કેમેરામેન બોલો પ્લિઝ…

લાલો          મને અંગ્રેજી શબ્દો બોલવાનું ગમતું નથી. જુઓ એમાં મુખ્ય વાત એવી છે કે…

રીડર           નથી જાણવી… મુખ્ય સમાચાર વંદો

લાલો          વંદો ના કહેવાય… વદો…

રીડર           સોરી… વદો…

લાલો          હંગેરીથી એક સમાચાર જાણવા મળે છે.. કે, ત્યાં એક આધેડ શખ્સે 24 કરોડ રૂપિયાના વીમા પકડવવા માટે આગગાડીના પૈંડા નીચે આવી જઈ જાતે જ બંને પગ કપાવી નાંખ્યાં…

રીડર           અરે વાહ…

લાલો          આમાં વાહ કહેવા જેવું કંઈ નથી.. પણ ઠીક છે… અદાલતે આ મામલે આધેડને બે વર્ષનો કારાવાસ અને 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રીડર           તમારા હંગેરીના હંગામી સૂત્રોનું શું કહેવું છે?

લાલો          હંગેરીના હંગામી સૂત્રોનું કહેવું છે કે, સારું થયું આધેડ શખ્સે જીભનો વીમો નહોતો ઉતાર્યો… બાકી આગગાડીના પાટે જીભ કપાવવા ગયો હોત તો…

રીડર           બસ… બસ… હા તો, આ હતાં અમારા લાલજીલાલ… એકદમ લાલ… કોઈ સમાચાર હોય ત્યારે કૉલ કરજો… બાય… બાય…

લાલો          આવજો.. આવજો..

News Source – https://www.blikk.hu/

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *