- ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે
Gandhinagar. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ નિર્ણાયક સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગ સંલગ્ન અનેક નિર્ણયો લીધા છે ત્યારે આજે વધુ એક વિદ્યાર્થી હિતલક્ષી અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, ધોરણ-10માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ બી-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, આજથી ધોરણ-10 ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઇ ગયું છે ત્યારે ધોરણ-10ના ગણિત બેઝિકના વિદ્યાર્થીઓ ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની જોગવાઈ મુજબ જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦માં ગણિત બેઝિક રાખ્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા જેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટેનો નવો વળાંક મળશે. એટલું જ નહીં, ધોરણ-10 ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિદ્યાર્થી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.