Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે.

તા. 22 નવેમ્બર આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન્સ.

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં કૃષિ કાયદા મામલે ન્યૂઝ એન્કરોની હૈયાવરાળ પર વ્યંગ કરાયો છે. તો ગુજરાત સમાચારના અન્ય એક પેજ પર પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં કૃષિ કાયદા અંગે મિડીયાની ભૂમિકા પર વ્યંગ કરાયો છે.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલાં લહેરીના કાર્ટૂનમાં ધો. 1 થી 5ના બાળકોની ઓફલાઈન સ્કૂલો શરૂ થવા છતાં ક્યૂ-આર કોડ સ્કેન કરીને ભણવા અંગે વ્યંગ કર્યો છે.

ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં પણ ધો. 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થવા અંગે વ્યંગ કરાયો છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *