લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!?
વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?
પાક્કો પકડું રાહતનો એટલો શ્વાસ લે છે કે, થોડાક દિવસોમાં વડોદરાના માર્ગો પર ઉભી રહેલી ઇંડા – માંસાહારની લારીઓ પણ નહીં દેખાય… સોરી, રાજકોટવાળી ફિલિંગ સાથે લખાઈ ગયું…
PakkoPakdu. રાજકોટના મેયરને અચાનક ઇંડા – માંસાહારની લારીઓ કોઈક કારણોસર ખૂંચી અને એમણે આવી લારીઓ સામે લાલ આંખ કરી… રાજકોટમાં લારીઓ પર તવાઈ આવી એટલે વડોદરાના રાજકારણીઓને રાતોરાત સ્માર્ટ વિચાર આવ્યો… કે, આપણે કેમ પાછળ રહી જઈએ… રાજકોટ રંગીલું છે તો વડોદરા સંસ્કારી છે… અને તાત્કાલિક જાહેર કરાયું કે, જાહેરમાં નોનવેજ લટકાવીને વેચતી શહેરની લગભગ 3 હજાર લારીઓ પર તવાઈ આવશે…
જાહેરાતમાં કહેવાયું કે, લારીઓમાં અને જાહેર માર્ગ પર આવેલી દુકાનોમાં માંસાહાર અને ઈંડા દેખાય નહીં તે રીતે ઢાંકીને રાખવા… એટલું સારું છે કે કડાઈ કે તવા પર વાનગી બનાવતી વખતે એને ઢાંકીન રાખવાનું ફરમાન કરાયું નથી. જોકે, એક બાબત સારી છે કે, રાજકોટ મેયરે તો ચાર રસ્તા પર ઇંડા – માંસાહારની લારીઓ ઉભી નહીં રહેવાનું ફરમાન કર્યું છે. જ્યારે વડોદરામાં તો માત્ર ઇંડા – માંસાહાર લોકોને દેખાય નહીં એ રીતે સંતાડીને રાખવાનાં જ આદેશ કર્યા છે.
લારીઓના વિવાદમાં દરેક જણે પોતપોતાના ઇંડા શેક્યાં… ત્યારબાદ આજરોજ મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ તો માંસાહાર જ નહીં શાકાહાર વેચતી લારીઓ પણ લોકોનાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાથી એને પણ હટાવી લેવી જોઈએ એવી વાત કરી.. મેયરને અભિનંદન આપ્યાં… અને ઉમેર્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને અધિકાર નથી. બોલો, મંગળબજાર અને માંડવી વિસ્તારની નજીક જીવન વિતાવનાર મહેસૂલમંત્રીએ કેટલી મોટી વાત કરી નાંખી!!?
(કચ્છ ભાજપાના આગ્રણીઓએ મુખ્યમંત્રીને કેળાથી તોલ્યા એ… કેળાની વાત સાંભળો નીચેના વિડીયોમાં)
મહેસૂલમંત્રીએ તો રોડ પર લારીઓનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન ગણાવ્યું… વડોદરા મહાનગર સેવાસદનના અધિકારીઓ રાજકારણીઓની દરેક બાબતને બહુ સિરીયસલી નથી લેતાં એ સારું છે… બાકી, મહેસૂલ મંત્રીની વાત સિરીયસલી લે તો… ઇંડા – માંસાહાર ભેગી ચા-નાસ્તાની લારીઓ પણ બફાઈ જાય. બધાંની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાય… તો કેવી દશા થાય!!?
સેવાસદન દ્વારા નક્કી કરાયેલી લાગત ભરીને તેમજ અધિકારીઓ કે કોર્પોરેટરોની લાગણીભરી દ્રષ્ટી પ્રાપ્ત કરીને લારી ઉભી નાંખનારા ઘણાં લોકોને તો લેન્ડ ગ્રેબિંગ બોલતાં પણ નહીં ફાવતું હોય… પણ, વડોદરા મહાનગર સેવાસદન તંત્ર બધી વાતને બહુ સિરીયસલી નથી લેતી એ સારું છે..
લારીઓ પર ઇંડા – માંસાહાર ઢાંકીને રાખવાના આદેશમાં એક સ્પષ્ટતા કરાઈ છે કે એની મને જાણ નથી… પણ, લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? ખરેખર તો આ લખાણો પણ દૂર કરી દેવા જોઈએ… એમાં શું છે કે, ઇંડા – માંસાહાર આરોગનારા લોકોને એમની લારી કઈ છે એની ખબર જ હોય છે. શહેરમાં ઘણી લારીઓ લખાણ વગર જ ચાલતી હોય છે. માટે આમલેટ, ચિકન એવું પણ લારી પણ લખેલું ના હોય એવું પણ ફરમાન કરીને વડોદરાના સત્તારૂઢો પોતાની આગવી સ્માર્ટ ઓળખ ઉભી કરી શકે તેવી શક્યતા આ મુદ્દામાં રહેલી છે.
ગયા મહિને વડોદરાના મેયર કેયુરભાઈ રોકડીયાએ રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવાનું ફરમાન કર્યું… અને આજે શહેરના માર્ગો પર એક રખડતું ઢોર જોવા મળતું નથી. એટલે કે મને જોવા મળતું નથી… હું દેખાય તો મોં ફેરવી લઉં છું.. જોઈએ તો જોયાનું ઝેર ગણાય… 100 દિવસોમાં ભિક્ષુકો પણ વડોદરા માર્ગો પર દેખાતાં નહીં હોય… મને તો નહીં જ દેખાય…
આ વાત પરથી, પાક્કો પકડું રાહતનો એટલો શ્વાસ લે છે કે, થોડાક દિવસોમાં વડોદરાના માર્ગો પર ઉભી રહેલી ઇંડા – માંસાહારની લારીઓ પણ નહીં દેખાય… સોરી, રાજકોટવાળી ફિલિંગ સાથે લખાઈ ગયું… વડોદરાવાળી વાતમાં તો એવું કે, લારીઓ પર ઇંડા – માંસાહાર લટકતાં નહીં દેખાય…
વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!? બાકી, પાણી – રસ્તા જેવી પ્રાથમિક જરૂરીયાતના પ્રશ્નો તો હજી ઉભા જ છે.
#funrang #pakkopakdu #gujaratinews
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.