- તેજસ પટવાની નિયુક્તિથી ભારતીય-ગુજરાતી સમુદાયમાં આનંદની લહેર
FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
એટલાન્ટા. ( દિવ્યકાંત ભટ્ટ તરફથી )
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની લાયબ્રેરી સિસ્ટમમાં ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી 15 બ્રાંચ સાથે મોખરાનું સ્થાન ધરાવે છે. આ ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી ફાઉન્ડેશન બોર્ડમાં એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાની બોર્ડ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે. તેજસ પટવાની આ નિયુક્તિને કારણે એટલાન્ટામાં વસતા ભારતીય-ગુજરાતી સમુદાયમાં આનંદની લહેર વ્યાપી છે.
જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં 1935 માં લોરેન્સવિલ પબ્લિક લાયબ્રેરીનો પ્રારંભ થયો હતો. બાદમાં 1936 માં લોરેન્સવિલ પબ્લિક લાયબ્રેરી, ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી બની હતી. ત્યારબાદ આ કાઉન્ટી દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ આપવા વિવિધ કાઉન્ટી સાથે સંયુક્ત ધોરણે પ્રયાસો શરૂ કરાયા હતા. તા.1 જુલાઈ,1996ના રોજ, ગ્વિનેટ કાઉન્ટીની જાહેર પુસ્તકાલય પ્રણાલીની રચના થઇ હતી. આ સાથે ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાઇબ્રેરી અસ્તિત્વમાં આવી હતી.
ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી દ્વારા તેના તાબાના વિવિધ શહેરોમાં 15 લાયબ્રેરી-બ્રાંચ ખોલવામાં આવી છે. જેના થકી અંદાજે 10 લાખની વસતીને આવરી લેવામાં આવી છે. હાલ ગ્વિનેટ કાઉન્ટીના લાયબ્રેરી સિસ્ટમમાં અંદાજે 4.61 લાખ મેમ્બર્સ નોંધાયેલા છે.
ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી તરફથી નાગરિકોને વિવિધ સેવાઓ જેવી કે, વાંચન માટે પુસ્તકો,ઓડિયો બુક્સ અને ઇ-બુક્સ આપવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇન ડેટાબેઝ,ઇ-મેગેઝિન, સ્ટ્રીમિંગ સર્વિસ, વર્કશોપના આયોજન, લાયબ્રેરીમાં ફ્રી વાઇફાઇ થકી પબ્લિક માટે કમ્પ્યૂટરનો ઉપયોગ તેમજ તમામ વયજૂથ માટે શૈક્ષણિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરીએ ખૂબ જ પ્રતિષ્ઠિત જોન કોટન દાના એવોર્ડ તેમજ લાયબ્રેરી ઓફ ધ યર નો એલોર્ડ મેળવ્યો હતો.
પુસ્તકાલય પ્રવૃત્તિને વધુ લોકપ્રિય અને ઉપયોગી બનાવવા માટે ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી ફાઉન્ડેશન બોર્ડ કાર્ય કરે છે. આ બોર્ડમાં નવા પાંચ મેમ્બર્સની નિયુક્તિ કરાઇ છે. જેમાં તેજસ પટવા, એન્ડ્રા માન, અના હેડ્રિસ્કા, લોઉરા સી અને રોબર્ટ મિચનેરનો સમાવેશ થાય છે. તેજસ પટવા 2008 થી ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત ફેડરેશન ઓફ ભારતીય અમેરિકન એસોસિયેશનમાં ટ્રેઝરર તરીકે, વીપો-યુએસએ ના ડિરેકટર તરીકે અને ઓસ્ટિનની નંદગામ હવેલીના ફાઉન્ડર તરીકે સેવા આપે છે.
ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી દ્વારા નવો બિઝનેશ શરૂ કરવા માંગતા કાઉન્ટીના નવા બિઝનેશ સાહસિકોને જરૂરી મદદ કરવામાં આવે છે. આ માટે તાજેતરમાં નવા બિઝનેશ સાહસિકો માટે વન-ટુ-વન પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. જેના પેનાલિસ્ટ જજ તરીકે પણ ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાની પસંદગી કરાઇ હતી.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz