FunRang. સામાન્ય રીતે રાજકારણી જ એવું પ્રાણી છે જે સત્તા પ્રાપ્ત કરે એટલે એ હવામાં ઉડવા માંડે છે, એના પગ જમીન પર પડતાં નથી. પરંતુ, પક્ષી જગતમાં પણ એક અજીબો ગરીબ જીવ છે જે પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. અને એમ કહેવાય છે કે, એ જીવતે જીવ જમીન પર પગ નથી મુકતું. તમને થોડું આશ્ચર્ય થશે, પરંતુ આ તદ્દન સાચી હકીકત છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પક્ષી વિદેશમાં નહીં પરતું આપણાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

મહારાષ્ટ્રનું રાજકીય પક્ષી છે હરીયલ (Yellow-footed green pigeon) જેનું વૈજ્ઞાનિક નામ છે Treron phoenicoptera. આ એ જ પક્ષી છે જે પોતાનો પગ ક્યારેય જમીન પર નથી મુકતું. આ પક્ષીઓ ઉંચા વૃક્ષો ધરાવતાં જંગલમાં રહે છે. સામાન્ય રીતે તે પોતાનો માળો પીપળો કે વડના ઝાડ પર બનાવે છે. મોટાભાગે હરીયલ પક્ષી મોટા ઝુંડમાં જ જોવા મળે છે.

હરીયલ પક્ષી માટે એમ કહેવામાં આવે છે કે, એ પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય જમીન પર પગ નથી મુકતું, કારણકે, આ પક્ષી વૃક્ષવાસી હોય છે અને વૃક્ષ પર જ રહેવાનું પસંદ કરે છે.

પીળા પગ અને કબૂતર જેવા દેખાતાં હરીયલ પક્ષીનો આકાર 29 થી 33 સેમીનો હોય છે. એની પૂંછડીની લંબાઈ 8 થી 10 સેમી હોય છે. 225 થી 260 ગ્રામ વજન ધરાવતાં હરીયલની ડોક સોનેરી પીળા રંગની હોય છે. આ પક્ષીઓના પ્રજનનો સમય માર્ચ થી જૂનની વચ્ચે હોય છે.

#Funrangnews # Yellowfootedgreenpigeon #Treronphoenicoptera #knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *