સમાજ – સંસ્થા. ઇન્ડિયન જીયોટેક્નિકલ સોસાયટી બરોડા ચેપ્ટરના નવા હોદ્દેદારોની નિમણૂંક તા. 13 નવેમ્બરના રોજ મળેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
તા. 13 નવેમ્બરના રોજ ઇન્ડિયન જીયોટેક્નિકલ સોસાયટી બરોડા ચેપ્ટરની વાર્ષિક સામાન્ય સભા સાંજે સાડા છ વાગ્યે મળી હતી. જેમાં પેટ્રન પ્રોફેસર એ.વી. શ્રોફ, જૂનાં ચેરમેન પ્રોફેસર ડી. એલ. શાહ, કૉ-ચેરમેન એચ.પી. પંડ્યા, જૂના સેક્રેટરી નિતીન જોષી અને રવિકિરણ વૈદ્ય, ખજાનચી જયકુમાર શુક્લા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
વાર્ષિક સામાન્ય સભામાં રિટર્નિંગ ઓફિસર પ્રોફેસર પી. ડી. વ્યાસે નવા હોદ્દેદારોની જાહેરાત કરી હતી. જે નીચે મુજબ છે.
ચેરમનઃ એચ. પી. પંડ્યા
કૉ-ચેરમેનઃ રવિકિરણ વૈદ્ય
સેક્રેટરીઃ ડૉ. નીતિન જોષી – ડૉ. રૂચિ શ્રીવાસ્તવ
જોઇન્ટ સેક્રેટરીઃ નઝીમ અલી – નિકુંજ અમીન
ખજાનચીઃ ડૉ. જય શુક્લા
એડીટરઃ શ્રીમતી પુજા ભોજાણી
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021 દરમિયાન માટીના ઇજનેરી જ્ઞાનને લગતાં તેમજ સડક, રેલ્વે તથા પાણીમાં જરૂરી એવાં ચાર વેબીનાર, સડકની મજબૂતી તપાસ કરતા પ્રયોગનું પ્રશિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને નેનૉ ટેક્નોલોજી પર સાપ્તાહિક કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. તેમજ આ વર્ષના અંત ભાગમાં માટીના પરીક્ષણની કાર્યશાળાનું આયોજન અમદાવાદ ખાતે IITRAMમાં કરવામાં આવનાર છે.
(મેહુલકુમાર વ્યાસ લિખિત – દિગ્દર્શિત – અભિનિત 70થી વધુ કલાકારો ધરાવતાં નાટક “અરે વાહ વગડાંના વા”)
#Funrangnews #GujaratState
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.