Funrang. આજ રોજ ઈન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નિમીતે તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનાર દ્વારા મ્યુનીસીપાલ ગર્લ્સ સ્કુલ, કોડીનાર ખાતે ‘ બેટી પઢાવો, બેટી બચાવો’ વિષય પર મેગા શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામદાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથ મુ. વેરાવળના ચેરમેન બી. જી. ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનારનાં અધ્યક્ષ એસ. જી. પરમારની સુચના અન્વયે સેક્રેટરી પી. આર. ડાભી તથા પેનલ એડવોકેટ બી. ડી. વાઘેલા, પી. એલ. વી. પી.જે. મકવાણા તથા પી. એલ. વી. કુ. એ. આર. ગોહીલ તથા સ્કુલનાં પ્રિન્સીપાલ નીમુબહેન ચાવડા, શિક્ષક જયદીપભાઈ જાદવ તથા સ્કુલ સ્ટાફ દ્વારા સ્કુલની બાળકીઓને તેમના અધિકાર, ધરેલું હિંસા, સમાન વેતન અધિનીયમ, સામાજીક સુરક્ષા જેવાં વિષયો પર માહીતી આપવામાં આવેલ હતી. તથા દેશમાં બાળકીઓ વધુમાં વધુ શિક્ષિત બને તથા દેશની પ્રગતીમાં સહભાગી બને તેનાં પર જાગ્રુતી આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તથા સરકાર દ્વારા ચાલતી મહીલાઓની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરવામાં આવ્યાં હતાં.
મેગા શીબીરમાં ૨૦૦ જેટલી બાળકીઓએ ભાગ લીધો હતો. તથા સ્કુલનાં શિક્ષક જયદીપભાઇ જાદવ દ્વારા આવેલ મહેમાનો તથા સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો તથા ભવિષ્યમાં વધુ આવા કાર્યક્રમો થાય તેવી માહિતિ આપી હતી.
#Funrangnews #GujaratState