• તા. 11 ઓક્ટોમ્બર બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.
  • તા. 15 ઓક્ટોમ્બરે IPLની ફાઈનલ મેચ રમાશે.

funrang. IPL એના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. શુક્રવારે મરાયેલી બે મેચ બાદ ટોપ – 4 ટીમો પણ સામે આવી ગઈ છે. એમાંય ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ હૈદરાબાદ સામે નિયત ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં અસફળ રહી હતી. જેના પગલે કોલકત્તાને પ્લે ઓફમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

આગામી તા. 10 ઓક્ટોમ્બરના રોજ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. ત્યારબાદ તા. 11 ઓક્ટોમ્બરના રોજ બેંગ્લોર અને કોલકત્તાની ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. અને એક દિવસના વિરામ બાદ તા. 13 ઓક્ટોમ્બરના રોજ ક્વોલિફાયર 1માં હારેલી ટીમ તેમજ એલિમિનેટરમાં જીતેલી ટીમ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. IPLની ફાઈનલ મેચ તા. 15 ઓક્ટોમ્બરના રોજ રમાશે.

#sports #Funrangnews # IPL #Dubai #final

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *