- અમેરિકાના એક જ પ્રવાસમાં 33 લોકડાયરા કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા કિર્તીદાન ગઢવી.
- હ્યુસ્ટન અને એટલાન્ટા ખાતે યોજાયેલા ડાયરામાં પણ ડોલરનો વરસાદ કરાયો હતો.
ફનકાર. અમેરિકામાં 33 લોકડાયરા કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનેલાં કીર્તિદાને પ્રવાસનો ગઈકાલે લાસવેગાસમાં છેલ્લો ડાયરો કર્યો હતો. જેમાં ‘શિવ લહેરી કે દરબારમાં સબ કા ખાતા હૈ’ ગાતા જ કિર્તીદાન પર ગુજરાતી મહિલાઓ જ નહીં અમેરિક ગોરી મહિલાઓ પણ આફરીન પોકારી ઉઠી હતી. અમેરિકન મહિલાએ કિર્તીદાન ગઢવી પર ડોલરની થપ્પી ઉછાળી હતી.
ગુજરાતના જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી છેલ્લાં દોઢ મહિનાથી અમેરિકના પ્રવાસે ગયા છે. શિકાગો ખાતે પહેલો પ્રોગ્રામ કર્યા બાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી, એટલાન્ટા, લાસવેગાસ સહિત 33 જગ્યાઓએ લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકન ગુજરાતીઓ સહિત અમેરિકન લોકો પણ ઝૂમી ઉઠ્યા હતાં. ગઈકાલે અમેરિકા પ્રવાસના છેલ્લા લોકડાયરામાં વધુ એક વાર કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ થતો જોવા મળ્યો હતો.
ગત 16 સપ્ટેમ્બરના રોજ એટલાન્ટા ખાતે યોજાયેલા લોકડાયરામાં કિર્તીદાને ‘લીલી લીંબડી રે… લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ મહિલાઓએ ડોલરની થપ્પીઓ ઉછાળી હતી. તેમજ લોકગીતો અને ફિલ્મી ગીતો પર પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતાં. તેવી જ રીતે હ્યુસ્ટન ખાતે યોજાયેલા લોકડાયરામાં પણ અમેરિકન ગુજરાતીઓએ કિર્તીદાન પર ખોબે ખોબા ડોલર ઉછાળ્યા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg