- સમા સાવલી રોડની વડિલોપાર્જીત જમીનમાંથી મોટાભાઈ અને નાનાભાઈનાં હક્ક છીનવ્યા.
- શેલ ઇન્ડિયા કંપની સાથે 20 કરોડ 66 લાખ 64 હજાર રૂપિયાનો રેન્ટ વેલ્યુનો કરાર કર્યો.
- લાડલી પાર્ટી પ્લોટ થકી મળેલી આવકમાં પણ ભાઈઓને કંઈ ના આપ્યું.
Vadodara. સમા – સાવલી રોડ પર આવેલી વડીલોપાર્જીત જમીન બોગસ દસ્તાવેજો બનાવીને મોટાભાઈ અને નાનાભાઈના હક્ક છીનવી, વિશ્વાસઘાત કરનાર જાગેશ સવજાની સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટાભાઈ સમીર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. કે, વડીલોપાર્જીત જમીન પચાવીને શેલ કંપનીનો પેટ્રોલ પંપ શરૂ કરવા માટે જાગેશે શેલ ઇન્ડિયા કંપની સાથે 20 કરોડ 66 લાખ 64 હજાર રૂપિયાનો રેન્ટ વેલ્યુનો કરાર કર્યો છે. તેમજ લાડલી પાર્ટી પ્લોટ થકી આવક મેળવીને ભાઈઓનો ભાગ હડપી લીધો છે.
મુંબઈના સેન્ચુરી બજાર ખાતે રહેતાં સમીર ભદ્રકુમાર સવજાનીએ સમા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સમા ગામની સર્વે નંબર 343/1 વાળી જમીનમાં ભદ્રકુમાર સવજાનીની વોટર સ્લાઈડ્સ સહિતની વસ્તુઓ બનાવવાની ફેક્ટરી ધરાવતાં હતાં. સપ્ટેમ્બર 2001માં ભદ્રકુમાર તેમના પત્ની પુષ્પાબહેન અને મોટા પુત્ર સમીર દ્વારા સમા ગામની જમીનના રક્ષણ માટે વચલાં પુત્ર જાગેશ (હાલ. રહે. મુંબઈ)ને પાવર ઓફ એર્ટની કરી આપ્યો હતો. આ પાવરનો જાગેશે ખોટો ઉપયોગ કર્યો હતો.
સૌથી નાના ભાઈ અમિષે મુંબઈમાં કરેલી ઇન્ટ્રીમ એપ્લિકેશનના સંદર્ભમાં જાગેશ દ્વારા રજુ કરાયેલા જવાબમાં સમીરને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ સમીરે જુલાઈ 2021માં આર.ટી.આઈ. કરીને દસ્તાવેજો એકઠા કરતાં પેઢીનામું વગેરે દસ્તાવેજો ખોટા બનાવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
એપ્રિલ 2000માં કરાયેલા બોગસ પેઢીનામાંમાં મોટાપુત્ર સમીરનું નામ જ ગાયબ કરી દેવાયું હતું. તેમાં ભદ્રકુમારના વારસદાર તરીકે પત્ની ઉપરાંત જાગેશ અને અમિષનું નામ જ જણાવાયું હતું. પેઢીનામામાં ભદ્રકુમાર સવજાણીની મૃત્યુ તારીખ પણ ખોટી દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, માતા પુષ્પાબહેનના નામનું સંમતીપત્ર રૂ. 50ના સ્ટેમ્પ પર હાથથી લખીને બનાવાયું હતું. તો સૌથી નાનાભાઈ અમિશનું સાદા કાગળ પર હાથથી લખેલું સંમતી પત્ર તૈયાર કરાયું હતું. જેમાં સ્ટેમ્પનો ઉપયોગ કર્યો નથી કે ફ્રેન્કીંગ પણ કરાયું નથી. અમિષની સહી પણ ખોટી કરી દેવામાં આવી છે.
જાગેશ સવજાનીએ બોગસ દસ્તાવેજો દ્વારા ભાઈઓના હક્ક ડુબાડી હડપી લેવાયેલી જમીનનો જાણે પોતે જ સ્વતંત્ર માલિક હોય એ રીતે શેલ ઇન્ડિયા માર્કેટ પ્રા. લી.ને પેટ્રોલ પંપ શરૂ કરવા એક ભાગ આપ્યો હતો. આ અંગે તેણે રૂ. 20 કરોડ 66 લાખ 64 હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયાની કુલ કિંમતનો રેન્ટ વેલ્યુ કરાર કરી આપ્યો છે. અને ડીપોઝિટ પેટે રૂ. 75 લાખ રૂપિયા પણ લીધા છે. આ ઉપરાંત, બાકીની જગ્યા પર લાડલી પાર્ટી પ્લોટ આવેલો છે જેની આવક પણ જાગેશ પોતે જ લે છે. કોઈ બાબતનો હિસાબ કિતાબ કે હકીકત તેણે આજસુધી સમીર સવજાનીને જણાવી નથી.
એકંદરે, સમા ગામની વડીલોપાર્જીત જમીન પચાવી પાડવા ખોટી સહીઓ કરી, ખોટું પેઢીનામું, ખોટા સંમતી પત્ર વગેરે બોગસ દસ્તાવેજો બનાવી મોટાભાઈ અને નાનાભાઈના હક્કો ડુબાડનાર જાગેશ સવજાની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
#funrang #Vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.