• SG હાઈવે પર આવેલી રમાડા હોટલ સહિત અન્ય ખાનગી ફાર્મહાઉસમાં વંદિત પટેલે ડ્રગ્સ પાર્ટી યોજી.
  • અમેરિકાથી મશરૂમ ડ્રગ્સ મંગાવી વંદિત પટેલ ઉંચી કિંમતે વેચી દેતો હતો.

અમદાવાદ. બોપલ ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી વંદિત પટેલે એસજી હાઈવે પર આવેલી રમાડા હોટલ સહિતના અન્ય ખાનગી ફાર્મહાઉસમાં 12 જેટલી ડ્રગ્સ પાર્ટી યોજી હોવીની વિગતો સપાટી પર આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વંદિત અમેરિકાથી મેજીક મશરૂમ ડ્રગ્સ મંગાવીને ઉંચી કિંમતે વેચતો હતો.

ગત તા. 16 નવેમ્બરના રોજ બોપલ ડ્રગ્સ રેકેડ ઝડપાયું હતું. ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી વંદીત પટેલ છેલ્લાં બે વર્ષથી અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવતો હતો. એણે 300થી વધુ પાર્સલ મારફત લગભગ 100 કિલો ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ, કલોલ, જયપુર, ઉદેપુરના 50થી વધુ એડ્રેસ પર 10 કરોડથી વધુની કિમતનું ડ્રગ સપ્લાય કર્યું હોવાની વંદિતે કબૂલાત કરી હતી. આ 10 કરોડ પૈકી 4 કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સી મારફતે ચુકવાયા હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. કસ્ટમ વિભાગે કબજે કરેલાં 24 પાર્સલ મેળવવા અમદાવાદ ગ્રામ્ય પોલીસે તજવીજ હાથ ધરી છે.

50 સરનામે મંગાવાયેલા 300થી વધુ પાર્સલ અંગે તપાસ કરતાં ઉદેપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીનું નામ ખુલ્યું હતું. વિદ્યાર્થીના એડ્રેસ પર પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. વંદિત ડ્રગ્સ છોડાવી આપનારને રૂ. 7000 ચુકવતો હતો. પોલેસ ડ્રગ પેડલરોના ક્યુઆર કોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ કેસમાં વંદિત પટેલ ઉપરાંત પાર્થ શર્મા, વિપુલ ગૌસ્વામી અને જીલ પરાતેની પોલીસે ધરપકડ કરી હતી. તેઓની પુછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુની આડમાં અમેરિકાથી ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. વંદિત પટેલ ગ્લેન રીયેલ સ્ટુડિયોઝ, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર જેવી વેબસાઈટ પરથી ડ્રગ્સ મંગાવતો હતો અને વીકર મી, સ્નેપ ચેટ અને ટેલિગ્રામ એપ્લિકેશનની મદદથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

વર્ષ 2012થી ડ્રગ્સના નશાના રવાડે ચડેલાં વંદિત પટેલ વિવિધ ડ્રગ્સની અસરોથી માહિતગાર છે. તે વિવિધ પ્રકારના ડ્રગ્સને મિક્ષ કરીને ડ્રગ્સ તૈયાર કરત હતો. તે અમેરિકા ઉપરાંત મુંબઈ અને હિમાચલ પ્રદેશથી પણ ડ્રગ્સ મંગાવતો હતો. અને ગ્રાહકોની જરૂરીયાત મુજબ તે ડ્રગ્સ તૈયાર કરતો હતો. વંદિતે અમદાવાદ ઉપરાંત દિલ્હી અને મુંબઈ ખાતે પણ ડ્રગ્સ પાર્ટી યોજી હતી.

વંદિત પટેલ અમેરિકાથી મેજીક મશરૂમ ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં ઉંચી કિંમતે વેચી દેતો હતો. વંદિત પ્રોસેસ કર્યા વગરના મેજિક મશરૂમ મંગાવતો હોવાથી કસ્ટમથી માંડી કોઈને પાર્સલની ચકાસણીમાં શંકા નહોતી જતી. વંદિત મેજિક મશરૂમ ડ્રગ્સનો એક નંગ 20 થી 40 હજાર સુધીમાં વેચતો હતો. તે મેજિક મશરૂમથી સ્પીરીચ્યુઅલ ડ્રગ્સ બનાવતો હતો. જે લેવાથી વ્યક્તિ કલાકો સુધી શાંત રહેતો હતો. આ ડ્રગ્સ તેની પાસેથી 40થી 55 વર્ષ સુધીના લોકો લેતાં હતાં.

News source – www.gujaratsamachar.com

www.sandesh.com

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *