- ખટંબા ખાતે 1500થી વધુ પશુ રાખી શકાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરાઈ રહ્યું છે.
- શહેરને રખડતાં ઢોર મુક્ત કરવા માટે ખટંબા ખાતે કરવામાં આવી રહેલી વ્યવસ્થા.
Vadodara. શહેરને રખડતાં ઢોર મુક્ત કરવાના આયોજનના ભાગરૂપે શહેર બહાર ખટંબા ખાતે 1500થી વધુ પશુ રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આજરોજ મેયર કેયુર રોકડીયા સાંસદ રંજનબહેન ભટ્ટની સાથે આ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતાં. ટૂકં સમયમાં આજવા રોડ, વાઘોડીયા રોડ અને સોમા તળાવ વિસ્તારમાં રહેતાં પશુપાલકો પોતાના પશુઓ ખટંબા ખાતે શિફ્ટ કરે તે અંગે મીટીંગ કરવામાં આવનાર છે.
શહેરના માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા વિકટ બની રહી હોવાથી મેયર કેયુર રોકડીયા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કટીબદ્ધ થયા છે. પશુપાલકો દ્વારા રખડતાં મુકી દેવાયેલા પશુઓને કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. ત્યારે શહેરમાંથી રખડતાં ઢોરની સમસ્યા દૂર થાય તે આવશ્યક પણ છે.
મહાનગર સેવાસદન દ્વારા શહેરની બહાર પશુઓને કાયમી ધોરણે શિફ્ટ કરી શકાય તે અંગે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ખટંબા ખાતે થઈ રહેલી વ્યવસ્થા અંગે મેયરે “ગુજરાત સમાચાર”ને જણાવ્યું હતું કે, આજે ખટંબા કેટલશેડની બાજુમાં 1500 પશુઓને રાખવા માટે તૈયાર થઈ રહેલી વ્યવસ્થાનું સેવાસદનના અધિકારીઓ, સાંસદ, નેતા અને કોર્પોરેટરોએ નિરીક્ષણ કર્યું હતું. એક લાખ ચોરસ ફૂટ જગ્યા ફરતે ફેન્સિંગની કામગીરી આગામી દસ દિવસમાં પુરી થશે. અહીં પશુ કેવી રીતે રાખવા? પોન્ડ ક્યાં બનાવવા? વગેરેની નવી ડિઝાઈન બનાવવામાં આવશે. કલેક્ટર પાસે વિવિધ આઠ વિસ્તારમાં આઠ લાખ ચોરસ ફુટ જગ્યા માંગવામાં આવી છે. જગ્યા ફાઈનલ થયા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે, હાલ મહાનગર સેવાસદન પાસે છાણી, ખટંબા, જાંબુઆ અને કરોળઇયા ખાતે ચાર લાખ ચોરસ ફૂટ જગ્યા છે. તમામ જગ્યા ખાતે બધી વ્યવસ્થા તૈયાર થઈ ગયા બાદ 15 હજારથી વધુ પશુઓને રાખી શકાશે. ખટંબા ખાતે કામગીરી ચાલી રહી છે. અને ટૂંક સમયમાં વધુ એક બે સ્થળે ફેન્સિંગની કામગીરી શરૂ કરી દેવાશે. પશુપાલકો જગ્યા મળે તો પશુઓ શિફ્ટ કરવા માટે તૈયારી બતાવી રહ્યાં છે. આમ છતાં જો તેઓ જગ્યા ફાળવવા છતાં પશુઓ શિફ્ટ નહીં કરે તો, મહાનગર સેવાસદન ઢોર પકડવાની ઝુંબેશ કડક પણે હાથ ધરશે.
વડોદરાને ઢોર મુક્ત બનાવવા માટે ખટંબા ખાતે ૧૫૦૦ થી વધુ પશુઘન રાખવા માટેની નિર્માણાધીન ફેસેલીટીની માન. સાંસદ @mpvadodara સાથે મુલાકાત કરી. અધિકારીશ્રીઓ સાથે કાર્યપ્રગતિની ચર્ચા કરી. pic.twitter.com/WzEZCJVzE1
— Keyur Rokadia (Modi Ka Parivar) (@keyurrokadia) November 16, 2021
મેયરે ઉમેર્યું હતું કે, મહાનગર સેવાસદન દ્વારા પશુઓ રાખવા માટે જગ્યા આપવામાં આવશે. લાઈટ અને પાણીની સુવિધા પુરી પાડવામાં આવશે. પશુઓ માટે શેડ, ઘાસચારો અને દોહવાની વ્યવસ્થા જે તે પશુપાલકે કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજવા રોડ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ વિસ્તારના પશુપાલકો પોતાના પશુ શહેરમાં રખડતાં મુકવાને બદલે ખટંબા ખાતે તૈયાર થઈ રહેલી વ્યવસ્થા ખાતે રાખે તે માટે સેવાસદન દ્વારા ટૂંક સમયમાં એક મીટીંગનું આયોજન કરાશે. અને પશુપાલકોને સમજાવવામાં આવશે.
#funrang #Vadodara #funrang #gujaratnews #vadodaranews #latestnews #newsupdate #vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.