- શંકાસ્પદ શખ્સને પુછપરછ માટે અમદાવાદ લઈ જવાયો.
- OASISની ચાંદોદ સ્થિત ઓફિસમાં પોલીસે પુનઃ તપાસ હાથ ધરી.
- OASIS સાથે સંકળાયેલી યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ? આ અંગે સર્જાયેલું રહસ્ય.
Vadodara. રેસકોર્ષ સ્થિત OASIS સંસ્થા સાથે સંકળાયેલી બી.એ.ની વિદ્યાર્થિનીનો ટ્રેનમાં પીછો કરનાર શંકાસ્પદ શખ્સ પોલીસને મળી આવ્યો છે. વધુ તપાસ અર્થે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. તો બીજી તરફ, OASISની ચાંદોદ સ્થિત ઓફિસમાં પોલીસે પુનઃ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી યુવતીના પ્રકરણના તાણાંવાણાં ઉકેલવા પોલીસ ભારે દોડધામ કરી રહી છે. પરંતુ, હજી સુધી યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ? આ અંગે સર્જાયેલું રહસ્ય અકબંધ જ રહેવા પામ્યું છે.
દિવાળીના રોજ વહેલી સવારે વલસાડ રેલ્વે સ્ટેશન પર ગુજરાત ક્વીનના ડી-12 કૉચમાં 19 વર્ષિય યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે જી.આર.પી.ની ટીમે તપાસ કરતાં યુવતીએ લખેલી ડાયરી મળી આવી હતી. ડાયરીમાંથી જાણવા મળ્યું કે, આપઘાતના બે દિવસ અગાઉ વડોદરા ખાતે બે શખ્સોએ રીક્ષામાં અપહરણ કરી જઈ, વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
તો બીજી તરફ, 3 નવેમ્બરની સાંજે સુરતના મરોલી ખાતે રહેતી બહેનપણીને મળવા જવાનું કહીને નવસારીથી નિકળેલી યુવતી ટ્રેનમાં મુસાફરી કરતી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સો તેનો પીછો કરી રહ્યા હોવાનું લાગતાં. યુવતીએ OASIS સંસ્થાના મેન્ટર શૈલેષ તથા વૈષ્ણવીને મેસેજ કર્યો હતો. જેમાં તેણે OASISના ટ્રસ્ટીને સંબોધીને લખ્યું હતું કે, સોરી, સંજીવભાઈ પ્લિઝ સેવ મી, નવસારીથી કોઈ અજાણ્યા લોકો મારો પીછો કરી રહ્યાં છે. મને ગમે તે રીતે મારી નાંખવા માંગે છે. હું ટ્રેનનાં વૉશરૂમમાં છું. તેઓ મને મારી નાંખશે. તમે મને કોલ કરી મદદ કરો. હું તમારા ફોનની રાહ જોઉં છું. જોકે, મેસેજ કર્યા બાદ યુવતીને કોઈ મદદ મળી નહોતી.
આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાંઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેક્સિન ઇન્સ્ટિટૂય્ટ ગ્રાઉન્ડની વધુ એકવાર મુલાકાત લઈ તપાસ કરી હતી. યુવતીની સાઈકલનો હજી પત્તો લાગતો ના હોઈ, પોલીસે વેક્સિન ગ્રાઉન્ડની આસપાસ આવેલી સાઈકલ – ભંગારની દુકાનોમાં પુછપરછ હાથ ધરી હતી. જ્યારે પોલીસની એક ટીમે OASISની વિવિધ ઓફિસમાં પુછપરછ કરી દસ્તાવેજ કબજે કર્યા હતાં. ચાંદોદ સ્થિત ઓફિસમાં પણ તપાસ હાથ ધરી હતી.
જ્યારે રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેનમાં યુવતીનો પીછો કરનાર શંકાસ્પદ શખ્સ પોલીસે ઝડપી પાડ્યો છે. તે યુવતીનો પીછો કરતો હતો કે નહીં? તે અંગે તપાસ કરવા શખ્સને અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનુ જાણવા મળે છે.
#funrang #Vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.