Jyotish. આગામી તા. 19 નવેમ્બર 2021ના રોજ આ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ થનાર છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે થનારું આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હોવાને કારણે તેનાં સુતક કાળનો પ્રભાવ નથી. પરંતુ, ભારતીય જ્યોતિષ અને હિંદુ ધર્મની માન્યતા અનુસાર ચંદ્ર ગ્રહણ અશુભ માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણના અશુભ પ્રભાવને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ દાન કરવા જણાવાયું છે.
ધન – ધાન્ય પ્રાપ્ત કરવા માટે શેનું દાન કરવું?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહણના દિવસે સફેદ રંગના વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ શુભ સાબિત થાય છે. આમ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને ધન – ધાન્યની પ્રાપ્તિ થઆય છે. ચંદ્ર ગ્રહણ કાળમાં ચોખા, ખાંડ, સફેદ મીઠાઈ કે ચાંદીનું દાન કરવા શાસ્ત્રમાં જણાવાયું છે.
નોકરીમાં પ્રગતિ માટે શેનું દાન કરવું?
નોકરી અથવા તો કાર્યક્ષેત્રમાં આવી રહેલાં વિઘ્નોને દૂર કરવા માટે ચંદ્ર ગ્રહણના દિવસે સ્નાન કર્યા બાદ તલ કે તલની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી નોકરીમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે અને પ્રગતિનાં દ્વાર ખુલે છે.
(કચ્છ ભાજપના અગ્રણીઓએ મુખ્યમંંત્રીને ડ્રેગન ફ્રૂટના નામે કેળાંથી તોલ્યાં… આ બાબતે કેળાંની વાત સાંભળવો આ વિડીયોમાં)
જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા શેનું દાન કરવું?
જો કોઈ જાતકને જીવનમાં વિધ વિધ પ્રકારની હેરાનગતીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો એવા જાતકે ચંદ્ર ગ્રહણ સંપન્ન થયા બાદ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. ગ્રહણ કાળમાં ઘરની બહાર નિકળવું શુભ માનવામાં આવતું નથી. માટે ગ્રહણ પુરું થયા બાદ નજીકની નદી કે તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ.
રોગ મુક્તિ માટે શેનું દાન કરવું?
રોગ મુક્તિ માટે ચંદ્ર ગ્રહણ પુરું થયા બાદ ચાંદીની વાટકીમાં ચાંદીનો સિક્કો મુકીને પોતાની છાયા જોવી. ત્યારબાદ વાટકી અને સિક્કાનું દાન કરી દેવું. આમ કરવાથી અસાધ્ય રોગમાં પણ સુધારો થવા લાગે છે.
વિવાદમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા શેનું દાન કરવું?
જો કોઈ જાતકને લાંબા સમયથી કોર્ટના કેસમાં અથવા તો વિવાદમાં ફસાવું પડ્યું હોય તો એવા જાતકે ચંદ્ર ગ્રહણ બાદ મહાદેવ મંદિરમાં જઈને શિવજીને સફેદ ફૂલ અર્પિત કરવું જોઈએ.
(ઉપરોક્ત માહિતી સંપૂર્ણ સત્ય અને સચોટ હોવાનો અમારો કોઈ દાવો નથી કરતાં. વિવિધ માધ્યમો – જ્યોતિષના જાણકારો – પંચાંગ – માન્યતાઓ અને ધર્મ ગ્રંથોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અત્રે આપવામાં આવી છે. સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રના જાણકાર વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશો.)
#Jyotish #Funrangnews #Dharma
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.