- રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી ચૂંટણી પુરી કરવા માંગ
- સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, એડવૉકેટ કમલ પંડ્યા, કપિલ જોષી, અમર ઢોમસે, કિશોર પિલ્લે વગેરે દ્વારા શિક્ષણમંત્રી અને યુનિ. સત્તાધીશોને આવેદન.
વડોદરા. એમ. એસ. યુનિ.ની સેનેટ ચૂંટણી લોકશાહી પદ્ધતિથી યોજવા અંગે આજરોજ શિક્ષણમંત્રી વાઘાણી અને યુનિ. સત્તાધિશોને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો હતો કે, સેનેટ ચૂંટણી અંગે ભ્રષ્ટાચારી રજિસ્ટ્રારનો હુકમ એમ. એસ. યુનિ. એક્ટ – 1949ની વિરુદ્ધમાં છે.
સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતના જણાવ્યા પ્રમાણે, ભાજપના પરિવારવાદની લડાઈમાં યુનિ. ના શિક્ષણનું કચ્ચરઘાણ નીકળી રહ્યું છે. એમ. એસ. યુની. સ્વાયત્ત સંસ્થા છે. સરકાર કે ભાજપની દયાથી ચાલતી નથી. કોઈના બાપની જાગીર નથી. યુની. ભાજપના નેતાઓના માટે મલાઇદાર ભ્રષ્ટાચારનું સાધન હોવાથી યુની.ને રાજકારણની લડાઈનું સાધન બનાવી યુની.ને કલંકિત કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, યુનિ.અણઘડ ભ્રષ્ટ શાસકો દ્વારા યુનિ.ની સર્વોચ્ચ સંસ્થા સેનેટની ચૂંટણીની જાહેરનામું પડ્યા બાદ ચૂંટણી પ્રક્રિયાને 4-મહિનાથી વઘારે સમય વીતી ગયો, તમામ પ્રક્રીયા ચાલુ હોય ત્યારે યુનિ રજિસ્ટ્રાર દ્વારા ગેર-બંધારણીય અને બિન-અમલી નિવેદન આપ્યું છે કે “ચુંટણી માટે સરકારની પરમિશન લેવી પડશે.અને ઉમેદવારીની સ્ક્રુટીની પ્રક્રીયા રોકવાનો આદેશ આપ્યો. રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી લોકશાહી પધ્ધતિથી ચૂંટણી પૂર્ણ કરાય તેવી અમારી માગણી છે.
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગાત્મક કાર્ટૂન જુઓ આ વિડીયોમાં)
નરેન્દ્ર રાવતે યુનિ.સત્તાધીશો પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું છેં કે વિશ્વવિખ્યાત યુનિ.ને ભાજપનું ગ્રહણ લાધ્યું છેઃ યુનિ.ને ભાજપની રાજકારણની ઓફીસ બનાવી દીધી છે. અને આ રીતે મૂર્ખામીભર્યા આદેશથી ચૂંટણી પ્રક્રિયા રોકી શકાય નહિ. ભ્રષ્ટાચારી રજીસ્ટ્રારનો હુકમ એમ.એસ. યુનિ.એકટ – 1949ની વિરૃદ્ધમાં છે.
નિયમ મુજબ
- એકવાર ચૂંટણી પ્રક્રીયા શરૂ થયા પછી તેને સ્ટોપ કરી શકાય નહીં..
- ચૂંટણી માટે કે પ્રક્રીયા માટે સરકારની મંજૂરી લેવી તે કાયદામાં નથી.
- યુનિ.ના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારે ચૂંટણી બંધ કરવાનો આવો પ્રીસીડન્ટ નથી. આજ દિન સુધીમાં ચુંટણી પ્રક્રીયા શરૂ થયા પછી ક્યારેય ચૂંટણી બંધ રહી નથી.
- ચૂંટણી ન કરવાનો કે પ્રક્રિયા રોકવાનું યુનિ.એકટમાં કોઈ પ્રોવિઝન નથી.
- યુનિ.ના એકટ મુજબ સરકારના નામે ચૂંટણી રોકી શકાય નહીં. અને તમો સરકારના નામે તમો આ આદેશ આપી જ ન શકો. એ ગેર બંધારણીય અને ગેરકાયદેસર કૃત્ય છે.
- બિનઅનુભવી રજીસ્ટ્રારનો આદેશ ગેરબંધારણીય અને બિન-અમલી છે. તેનો કાયદાકીય રીતે અમલ થઈ શકે નહીં.
રાવતે વધુમાં જણાવ્યું છે કે, યુનિ.ને લૂંટવામાં ભાજપ ની ટોળકીઓમાં લડાઈ જામી છે. યુનિ.નું શિક્ષણનું સ્તર કથળી ગયું છેં. પ્રતિષ્ઠા ખતમ થઈ છેઃ સ્ટાફ શિક્ષકોનું ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે..ભાજપના શિક્ષણ સાથે નહાવા અને નિચોવવાનો સબંધ નથી તેઓ આ શિક્ષણનું પવિત્ર ધામ ચલાવી રહ્યા છેં. અને ભાજપના નેતાઓ માટે યુનિ રોજગારીનું અને ભ્રષ્ટાચારનું સેન્ટર બની ગયું છે. નિમણુંકોમાં સગાવાદ અને ભ્રષ્ટાચાર સામાન્ય થઈ ગયો છેં છે. અને વડોદરાવાસીઓ ચૂપ છે.
સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત સાથે સેનેટ સભ્યો કમલ પંડયા, કપિલ જોશી, અમર ઢોમસે, કિશોર પિલ્લે, સહિત સંખ્યાબંધ પૂર્વ સેનેટ સભ્યો હાજર રહી આવેદન આપી રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી લોકશાહી પધ્ધતિથી ચૂંટણી પૂર્ણ કરાય તેવી માગણી કરી હતી..
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg