- 2012થી 2017 સુધી સતત વિશ્વની સૌથી લક્ઝુરીયસ ટ્રેનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
funrang. શું તમને ખબર છે વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેન કઈ છે? શું તમે જાણો છો કે આ ટ્રેનમાં કેવી કેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? શું તમે જાણો છો કે આ ટ્રેનમાં મુસાફરી કરવાનું ભાડુ કેટલું છે? જો આ તમામ પ્રશ્નોનો આપનો જવાબ હા હોય તો… આગળ વાંચવાની ખાસ જરૂર નથી. પરંતુ, જો આપ જાણતાં ના હોવ તો જરૂર વાંચો, કે કઈ ટ્રેનની એક ટિકિટની કિંમતમાં આપ એક 18 લાખ આસપાસની લક્ઝરી કાર ખરીદી શકો છો.
ભારતીય રેલ્વે દ્વારા વર્ષ 2010માં મહારાજા એક્સપ્રેસ (Maharaja Express) ટ્રેન શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને મહારાજા જેવી સુવિધાઓ પુરી પાડવાના આશય સાથે શરૂ કરાયેલી આ ટ્રેન વર્ષ 2012થી 2017 સુધી સતત વિશ્વની સૌથી લક્ઝુરીયસ ટ્રેનનો એવોર્ડ જીતી છે. આ ટ્રેનનું ભાડુ એરોપ્લેનની તુલનામાં ઘણું વધારે છે.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
મહારાજા એક્સપ્રેસ દેશની સૌથી વધુ લક્ઝુરીય ટ્રેન ગણવામાં આવે છે. આ ટ્રેન દિલ્હીથી આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઈ સુધી યાત્રીઓને મુસાફરી કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછું ભાડું લગભગ સાડા પાંચ લાખ રૂપિયા છે જ્યારે ટ્રેનના પ્રેસિડેંશિયલ સ્યૂટનું ભાડુ તો લગભગ 18 લાખ રૂપિયા છે. આટલા રૂપિયામાં એક સારી લક્ઝરી કાર સહેલાઈથી ખરીદી શકાય. આમ તો, પ્રેસિડેંશિયલ સ્યૂટ ઉપરાંત ટ્રેનમાં એક્સપ્રેસ સ્યૂટ, જૂનિયર સ્યૂટ અને ડિલક્સ કેબિન પણ ઉપલબ્ધ છે. આ ટ્રેન રાજસ્થાન, ઉત્તરપ્રદેશના શહેરો ઉપરાંત દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થળોની યાત્રા પણ કરાવે છે.
મહારાજા એક્સપ્રેસમાં એસીનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. રૂમમાં ટીવી, ઇન્ટરકોમ, કોફી મેકર, અટેચ બાથરૂમમાં ગરમ – ઠંડા પાણી જેવી સગવડ સહિત એકંદરે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. તદ્ ઉપરાંત, મુસાફરોને રોજ સવારે ન્યૂઝ પેપર અને ચા રૂમમાં પહોંચાડવામાં આવે છે. ટ્રેનમાં ઇન્ડોર ગેમ્સ, બાર, ઇન્ટરેક્ટિંગ રૂમ, મેઈલ બોક્સ, મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
મહારાજા એક્સપ્રેસનાં અલગ અલગ ટૂર પેકેજ છે, જેમાં ધ ઇંડિયન સ્પ્લેંડર (દિલ્હી – આગરા – રણથંભોર – જયપુર – બીકાનેર – જોધપુર – ઉદેપુર – મુંબઈ), ધ હેરિટેજ ઓફ ઇન્ડિયા (મુંબઈ – ઉદેપુર – જોધપુર – બીકાનેર – જયપુર – રણથંભોર – ફતેપુર સિક્રી – આગરા – દિલ્હી), ધ ઇન્ડિયન પેનોરોમા (દિલ્હી – જયપુર – રણથંભોર – ફતેપુર સિક્રી – આગરા – ઓરછા અને ખજૂરાહો – વારાણસી – દિલ્હી), ટ્રેઝર્સ ઓફ ઇન્ડિયા (દિલ્હી – આગરા – રણથંભોર – જયપુર – દિલ્હી) જેવા વિવિધ પેકેજનો સમાવેશ થાય છે. જેમાં ટ્રેઝર ઓફ ઇન્ડિયા 3 રાત્રિ – 4 દિવસના ટૂર પેકેજને છોડીને બાકીના ત્રણ પેકેજ 7 રાત્રિ – 8 દિવસના હોય છે.
વધુ વિગતો માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
https://www.the-maharajas.com/
#AjabGajab #Funrangnews