- હરીયાણાથી રાંચી પગપાળા પહોંચેલા ચાહકને ધોનીએ પરત ફ્લાઈટમાં મોકલ્યો
રંગરમત. ભારતીય સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના કરોડો ચાહકો છે પરંતુ, કેટલાંક એવાં છે જેમની દિવાનગી કોઈ અલગ જ સ્તરની છે. એવો જ એક યુવાન ચાહક હરીયાણાથી રાંચી સુધી 1436 કિમી પગપાળા આવ્યો હતો. ધોનીએ તેની સાથે સેલ્ફી પડાવી તેમજ પરત જવા માટે ફ્લાઈટની ટિકિટ કઢાવી આપી હતી.
હરીયાણાનો 18 વર્ષિય અજય ગિલે રાંચી સુધીનો પગપાળા પ્રવાસ અગાઉ પણ કર્યો હતો. એ વખતે તે 16 દિવસમાં રાંચી પહોંચ્યો હતો. જોકે, તે સમયે તેની મુલાકાત ધોની સાથે થઈ શકી નહોતી. તેથી તેણે બીજીવાર પ્રયાસ કર્યો અને 18 દિવસમાં રાંચી પહોંચ્યો હતો.
અજય અંગે જાણ થતાં ધોનીએ તેને પોતાના ફાર્મ પર આમંત્રિત કર્યો હતો. જ્યાં ધોની આઈ લવ યુ કહીને અજયને ભેટ્યો હતો. તેમજ તેની સાથે સેલ્ફી પડાવી હતી. ત્યારબાદ અજયને પરત જવા માટે ફ્લાઈટની ટિકિટ કઢાવી આપી હતી.
અજયનું કહેવું છે કે, મેં કસમ ખાધી હતી કે જ્યાં સુધી ધોનીસરના આર્શિવાદ નહીં મળે ત્યાં સુધી હું ક્રિકેટ નહીં રમું. ધોનીએ નિવૃત્તિ જાહેર કરી ત્યારથી મેં પણ ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. હવે તેમની સાથે મુલાકાત થઈ ગઈ છે એટલે ફરી રમવાનું શરૂ કરીશ અને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવીશ.
#sports #Funrang #LatestNews #GujaratiNews #Spots News
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.