• મહેસાણાના વાલ્મીકી નગરમાં બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ.
  • પતિ ગમતો ના હોવાને કારણે પત્ની એકલી રહેવા જતી રહી.
  • અવાર નવાર છૂટાછેડા લેવા બાબતે પરિણીતા ઝગડો કરતી હતી.
  • સાસુ ઘરે એકલાં હતાં ત્યારે આવેલી પરિણીતાએ ચાકુ જેવા હથિયારથી હુમલો કર્યો.

મહેસાણા. સમાજના રીતી રિવાજ મુજબ લગ્ન થયા બાદ પતિ નહીં ગમતો હોવાથી પરિણીતા અલગ રહેવા જતી રહી હતી. છૂટાછેડા માટે ઝગડો કરતી પરિણીતાએ ગત રોજ સાસુ પર ચાકુ જેવા હથિયારથી હુમલો કરી આંગળીનું ટેરવું કાપી નાંખ્યું હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મહેસાણાના વાલ્મીકી નગરમાં રહેતા મધુબહેન સોલંકીના પુત્ર સુરેશના લગ્ન પાંચ વર્ષ અગાઉ પલ્લવી સાથે સામાજીક રીતી રિવાજ અનુસાર કરવામાં આવ્યા હતાં. લગ્ન બાદ સુરેશ ગમતો ના હોવાના નામે પલ્લવી અલગ રહેવા જતી રહી હતી. છેલ્લાં ઘણાં સમયથી પલ્લવી છૂટાછેડા મેળવવા માટે સાસુ અને સુરેશ સાથે ઝગડા કરતી હતી.

તાજેતરમાં મધુબહેન ઘરમાં એકલાં હતાં ત્યારે પલ્લવી આવી પહોંચી હતી. અને સુરેશ છુટાછેડા કેમ નથી આપતો? એમ કહી ઝગડો કર્યો હતો. સાસુ સાથે બોલચાલ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલી પલ્લવીએ ચાકુ જેવાં હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં મધુબહેનના ડાબા હાથની ત્રીજી આંગળીનું ટેરવું કપાઈ ગયું હતું.

(12 વર્ષની ઉંમરે પહોંચતી છોકરીઓ છોકરો બનવા લાગે છે, એ વિદેશી ગામના ન્યૂઝ સાંભળો – ખાંટુ નટુના મુખે)

બનાવને પગલે મધુબહેને બૂમરાણ મચાવતાં આડોશ પાડોશના લોકો એકઠાં થઈ ગયા હતાં. જેને પગલે પલ્લવી જતી રહી હતી. સાસુને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમણે પુત્રવધૂ સામે મહેસાણા – એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *