funrang. તા. 18 ઓક્ટોબરે ગુરુ અને બુધ માર્ગી થવાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષા, સંચાર, કાયદો અને પ્રશાસન સાથે જોડાયેલા લોકો માટે વિશેષ લાભ પ્રાપ્ત થવાનો સંયોગ બનવા જઈ રહ્યો છે.

હાલ દેવ ગુરુ બૃહસ્પતિ અને બુધ ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને ગ્રહનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. અને કહેવાયું છે કે, જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય ત્યારે તેના પ્રભાવમાં ઘટાડો જોવા મળે છે. વક્રી અવસ્થામાં ગ્રહ નબળો માનવા આવે છે. બુધ અને ગુરુ વક્રીથી માર્ગી થવા જઈ રહ્યાં છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહને વાણી, સંચાર, કાયદો, તર્ક શાસ્ત્ર, વાણીજ્ય, લેખન, પત્રકારત્વ વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યારે શુભ ગ્રહની શ્રેણીમાં આવતાં બૃહસ્પતિને દેવોના ગુરુ ગણાય છે અને તેનો સંબંધ જ્ઞાન, ઉચ્ચ પદ, ઉચ્ચ શિક્ષ, સંતાન, વિવાહ, ધર્મ, દાન વગેરે સાથે હોય છે.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

ગત 27 સપ્ટેમ્બર 2021ને સોમવારના રોજ સવારે 10 વાગ્યેને 40 મિનીટે બુધ ગ્રહ વક્રી થયો હતો. જે 18 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે. જ્યારે ગત 20 જૂન 2021ના રોજ બૃહસ્પતિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થયો હતો. જે 120 દિવસ બાદ 18 ઓક્ટોબરને મંગળવારના રોજ માર્ગી થવા જઈ રહ્યો છે.

18 ઓક્ટોબરે બુધ અને ગુરુ માર્ગી થવાને કારણે બંને ગ્રહોની શુભવામાં વધારો થશે. જેનો લાભ વિદ્યાર્થીઓ, વકીલ, લેખક, વેપારી, અધ્યાપક વગેરેને મળી શકે છે. આ બંને ગ્રહ માર્ગી થવાને કારણે સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને મળી શકે છે. વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં સુધારો આવી શકે છે, જે લોકો પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે.

વિદ્યાર્થીઓએ ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અધિક મહેનત કરવી પડશે. અને એમાં બુધ અને ગ્રહ સહાયતા પુરી પાડે તેવા યોગ છે. વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે કરેલો પરીશ્રમ, સારું પરીણામ પ્રાપ્ત કરાવી શકે છે.

(ઉપરોક્ત માહિતી સંપૂર્ણ સત્ય અને સચોટ હોવાનો અમારો કોઈ દાવો નથી કરતાં. સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રના જાણકાર વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશો.)

#Jyotish #Funrangnews #Dharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *