• હવા પુરાવવા માટે છુટ્ટા નાણાં ના હોવાથી સ્ટોરમાં જઈ લોટરી ખરીદી.

funrang. અમેરિકાના મિશિગનના એક શખ્સની કારમાં હવા ઓછી થવાથી એ હવા પુરાવવા માટે ગેસ સ્ટેશન પર ઉભો રહ્યો… અને કિસ્મતની હવા એના ફેવરમાં ફરી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગિનિસિ કન્ટ્રી ખાતે રહેતાં એક 48 વર્ષિય શખ્સે મિશિગન લોટરીના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે, તેની કારમાં હવા ઓછી થઈ હોવાનું જણાતાં, એ ગ્રાન્ડ બ્લાન્ક ખઆતે સ્પિડ-વે ગેસ સ્ટેશન પર રોકાયો હતો. જોકે, તેની પાસે હવાના મશીનમાં નાંખવા માટેના છુટ્ટા નાણાં ના હોવાથી તેને સ્ટોરમાં જવું પડ્યું હતું.

હવા પુરવા માટે છુટ્ટા નાણાં લેવા સ્ટોરમાં જઈને એ શખ્સે 20X ની કેશ ટિકીટ લોટરી ખરીદી હતી. લોટરી ખરીદ્યા બાદ બહાર આવી કારમાં પુરતી હવા ભર્યા બાદ, શખ્સે લોટરીની ટિકીટને સ્ક્રેચ કરી, લોટરી ટિકીટ સ્ક્રેચ કરતાં જ તેને ત્રણ મશીનના સિમ્બોલ્સ અને પ્રાઈઝની રકમ જોવા મળી હતી. છુટ્ટા નાણાં માટે ખરીદેલી લોટરી ટિકીટથી એ શખ્સને 50 લાખ ડોલર એટલે ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ 37 કરોડ 50 લાખનો જેકપોટ લાગ્યો હતો.

શખ્સનું કહેવું હતું કે, મારા પિતા અને હું ઘણાં વર્ષોથી લોટરી ખરીદીએ છીએ. મારા પિતા હંમેશા કહેતા કે, જ્યારે મોટું ઇનામ લાગશે, ત્યાર પછી રમીશું નહીં. તેથી આ મારા જીવનની છેલ્લી લોટરી છે, હવે હું લોટરી ટિકીટ નહીં ખરીદું.

#AjabGajab #Funrangnews #Funfado

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *