- ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઉભેલા સુમિત ભાગ્યવંતે બે નંબર પર ઉભેલી ગર્લફ્રેન્ડ તરફ રેઈનકોટ ફેંક્યો હતો.
- રેઈનકોટ ઓવરહેડ તારમાં ફસાઈ જતાં 25 મીનીટ સુધી ટ્રેનો થંભી ગઈ.
FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
મુંબઈ ન્યૂઝ । પ્રેમ માણસને 2000નો દંડ કરાવે અને ગામ આખામાં ફજેતો કરાવે તેવી ઘટના મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશન પર બનવા પામી હતી.
વિગતવાર વાત એવી છે કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે. ટ્રાફિક જામમાંથી બચવા માટે ઘણાં લોકો લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે એક પ્રેમી યુવકને પ્રેમિકાનું ભલુ કરવા જતાં ભીડ પડી હોવાની ઘટના બની.
ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઉભેલા 19 વર્ષિય સુમિત ભાગ્યવંતનું ભાગ્ય કે એની નજર પ્લેટફોર્મ નંબર બે પર પલળી રહેલી પ્રેમિકા પર પડી. પ્રેમિકાને વરસાદ ભીંજવે એ એને પસંદ ના પડ્યું એટલે એણે પોતાનો રેઇનકોટ એના તરફ ફેંકવાનો નિર્ધાર કરી લીધો.
જોકે, કદાચ રમત ગમતમાં પાવરધો નહીં હોય તેવાં સુમિત ભાગ્યવંતે જેવો પ્રેમિકાને ઝીલવા માટે રેઇનકોટ ફેંક્યો એ ઓવરહેડ વાયરે ઝીલી લીધો. ઓવરહેડ વાયરમાં ગુલાબી રંગનો રેઇનકોટ ફસાઈ જવાથી સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. રેલવે તંત્રએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો. લોકલ ટ્રેનોને અટકાવી દેવામાં આવી અને લગભગ 25 મીનીટની ગડમથલ બાદ ગુલાબી રંગનો રેઇનકોટ ઓવરહેડ વાયર પરથી ઉતારી લેવામાં આવ્યો.
પ્રેમના પ્રતિક સમા ગુલાબી રંગના રેઈનકોટને કારણે રેલવે તંત્ર સુમિત પર લાલઘૂમ થઈ ગયું હતું. તેની સામે રેલવે એક્ટ 147(સી) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz