- ત્રણ વર્ષની દિકરીના જન્મ દિવસે જ પિતાની હત્યા.
- અમેરિકાના કોલંબસ ખાતે અમિત પટેલ સ્થાયી થયા હતાં.
- બેન્કમાં નાણાં ડિપોઝિટ કરવા જતાં હતાં ત્યારે લૂંટના ઇરાદે કરાયો ગોળીબાર.
ખેડા. અમેરિકાના કોલંબસ ખાતે સ્થાયી થયેલા મૂળ નડિયાદના વતની અમિત પટેલની અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અત્રે નોંધનિય છે કે, ત્રણ વર્ષિય દિકરીના જન્મ દિવસે જ પિતાની હત્યા કરવામાં આવી હતી. બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મૂળ નડિયાદના વતની 45 વર્ષિય અમીત પટેલ વર્ષોથી પરિવાર સાથે અમેરિકાના કોલંબસ ખાતે સ્થાયી થયા હતાં. કોલંબસ ખાતે ગેસ સ્ટેશન ધરાવતાં અમીત પટેલની ત્રણ વર્ષિય દિકરીનો ગઈકાલે જન્મ દિવસ હતો. કોલંબસ સિટી ખાતે આવેલી બેન્કમાં નાણાં જમા કરાવવા માટે અમીત પટેલ નિકળ્યા હતાં. તેઓ બેન્કમાં પહોંચ્યા ત્યાં જ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં અમીત પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg