- ખાસ નોંધઃ લોકસત્તા જનસત્તામાં અનિલ દેવપુરની કલમે કરવામાં આવેલાં સચોટ કટાક્ષને આજના વિડીયોમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
- ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
લોકસત્તા જનસત્તાના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ દેવપુર કર દ્વારા પ્રસિદ્ધ થયેલી ‘શ્રદ્ધાંજલી’ આમ તો કાર્ટૂન નથી. પરંતુ, આ ‘શ્રદ્ધાંજલી’માં જનમાનસ સાથે રમત રમતાં રાજકારણીઓ અને પોલીસ તંત્ર પર સચોટ કટાક્ષ કરાયો છે. મૃતક પિડીતાને ન્યાય મળશે એ તો બહુ દૂરની વાત છે, કારણકે એક મહિનો વિતી જવા છતાં હજી સુધી આરોપીની આસપાસ પણ તંત્ર પહોંચ્યું નથી. આ દુઃખદ બાબતને ખૂબ જ સચોટ રીતે વ્યક્ત કરાઈ હોવાથી તેનો આજે વિશેષ રીતે વિડીયોમાં સમાવેશ કરાયો છે.
આજના વિડીયોની શરૂઆત વિશેષ એન્ટ્રી સાથે કરીએ. વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટટ ગ્રાઉન્ડના બળાત્કાર કેસને આજે એક મહિનો થયો છતાં પોલીસ આરોપીની ગંધ શુદ્ધા પારખી શકી નથી. પિડીતાને ધર્મની બહેન ગણાવનાર અને આરોપીઓને તાબડતોબ પકડી પાડવામાં આવશે એવાં ફિફાં ખાંડનાર ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે પ્રસિદ્ધ કરવામાં આવેલી પ્રથમ માસિક પુણ્યતિથિની શ્રદ્ધાંજલિમાં વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ દેવપુરકરે પોલીસ તંત્ર અને હર્ષ સંઘવીના મર્મ સ્થાન પર સચોટ ઘા કર્યો છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં પ્રદૂષણ માટે પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવનાર ઉત્તર પ્રદેશ સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલાં લહેરીના કાર્ટૂનમાં ડોક્ટર પ્રશાંત કિશોરના નિદાન પ્રમાણે મમતા બેનરજી અને કૉંગ્રેસની થયેલી હાલત પર વ્યંગ કરાયો છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ વાઈબ્રન્ટ ગુજરાત યોજાશે કે કેમ? તે બાબત પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews