- ગ્રામજનોની રજૂઆતને પગલે કલેક્ટર અને મામલતદારે સરકારી જમીન પરત લઈ લીધી.
- વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસની પિડીતા OASIS સંસ્થા સાથે સંકળાયેલી હતી.
- સમગ્ર પ્રકરણમાં ડાયરીના પાનાં ફાડવા સહિતની બાબતોમાં OASISની ભૂમિકા શંકાસ્પદ.
Vadodara. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં દુષ્કર્મ અને ત્યારબાદ ટ્રેનમાં આપઘાત પ્રકરણની પિડીતા જે સંસ્થા સાથે સંકળાયેલી હતી. એ OASIS સંસ્થાનો ભૂતકાળ કલંકિત હોવાની વિગતો સપાટી પર આવી છે. લગભગ 20 વર્ષો પહેલાં શહેરથી દૂર સિંધરોટ પાસે જંગલ વિસ્તારમાં કાર્યરત OASIS સંસ્થામાં ખોટા કામો ચાલતાં હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે.
બહુચર્ચિત દુષ્કર્મ અને આપઘાત મામલામાં OASIS સંસ્થા શંકાના દાયરામાં આવી છે. OASISનો ભૂતકાળ પણ વિવાદીત હોવાનું જાણવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં શૈક્ષણિક, આરોગ્ય અને સંશોધનના હેતુસર સંસ્થા દ્વારા સિંધરોટ ગામ પાસે જંગલ વિસ્તારમાં સરકીર જમીન મેળવવામાં આવી હતી. તે સમયે ફ્રેન્ડશિપ ક્લબ અને મૈત્રી ભૂમિ તરીકે કાર્યરત સંસ્થામાં પુખ્યવયના યુવક – યુવતીઓ રહેતાં હતાં. જોકે, સંસ્થાના લોકો ગ્રામજનોને સંસ્થાની નજીક ફરકવા પણ દેતાં નહોતાં.



OASIS સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની રજૂઆત કરનાર ગ્રામજનો સામે દાદાગીરી કરવામાં આવતી હતી. જોકે, આખરે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટર અને મામલતદારે સરકારી જમીન પરત લઈ લીધી હતી. હાલ આ જગ્યા પર સંસ્થાની ખંડેર થઈ ગયેલી ઇમારત હયાત છે.
ગ્રામજનોનું કહેવું છે કે, દુષ્કર્મની પિડીતાને ન્યામ મળવો જોઈએ. OASIS સંસ્થા સામે પોલીસ તપાસ થવી જોઈએ.
News source – www.sandesh.com
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.