- સમાચારના દાતાશ્રી સિન્ક્રો પ્રિન્ટ્સના સોનુભાઈ પટેલ… સંસ્થા સોનુભાઈ પટેલનો આભાર માને છે.
Pakko Pakdu
મંત્રી યોગેશ પટેલનું કહેવું છે કે, જેણે રસી લીધી હોય તેમને જ મફત સરકારી અનાજ આપવું જોઈએ.
પકડું – એટલે ગરીબો કોરોનાથી બચી જશે… કોરોના પહેલાં કદાચ ભૂખ જ એમનો ખેલ પાડી દે…
વડોદરામાં 26 હજારના ટાર્ગેટ સામે 14637 લોકોને રસી આપવામાં આવી.
પકડું – કેન્દ્ર સરકારનાં રેકોર્ડ બ્રેક રસીકરણ માટે વડોદરાને આટલો જ ટાર્ગેટ મળ્યો હશે. બાકી, 26 નહીં 36 હજારને રસી ઠોકી દીધી હોત.
નગ્નાવસ્થામાં મહિલા સાથે વિડીયો કોલિંગ કરવામાં જિલ્લા પંચાયતની ગત ટર્મના સભ્ય તેમજ 70 વર્ષિય એડવોકેટ અટવાયાં.
પકડું – ભેજાબાજોએ બ્લેકમેલિંગના રૂપિયા લઈને વિડીયો વાઈરલ કર્યા કે, રૂપિયા નહીં આપવામાં આવતાં..!!? જસ્ટ વાત છે.
લવજેહાદ કેસ ફેઈમ સમીર કુરેશીએ પોતાના અસલ નામે કરજણની હોટલમાં 15 વખત રૂમ બુક કરાવી પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું.
પકડું – સમીર કુરેશી પિડીતાને હોટલની બહાર ઉભો રાખીને રૂમ બુક કરાવતો હોઈ શકે… બાકી, શિક્ષિત પિડીતાને તો ક્યારની ખબર પડી ગઈ હોત, કે આ સેમ નહીં સમીર છે.