- મોંઘવારીના સકંજામાં પીસાતાં સામાન્ય નાગરીકો.
- વાહનનો ઉપયોગ કરકસરથી કરતાં લોકો.
- ગુજરાતના 28 શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર.
FunRang. મોંઘવારીનો માર સહન નહીં કરી શકતી રાજ્યની જનતાને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. રાજ્યના 28 શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પેટ્રોલનાં ભાવમાં ધરખમ વધારો થયો છે ત્યારે સામાન્ય નાગરીકો વાહનોનો ખૂબ કરકસરથી ઉપયોગ કરી રહ્યાં છે.
જાણો કયા શહેરમાં કેટલો છે ભાવ? | |
શહેર | ભાવ |
અમદાવાદ | 100.08 |
ગાંધીનગર | 100.22 |
અમરેલી | 101.61 |
અરવલ્લી | 101.13 |
આણંદ | 100.40 |
બનાસકાંઠા | 100.89 |
ભરૂચ | 100.22 |
ભાવનગર | 102.22 |
બોટાદ | 100.90 |
છોટાઉદેપુર | 100.35 |
દાહોદ | 101.06 |
દ્વારકા | 100.16 |
ગીર સોમનાથ | 101.95 |
જૂનાગઢ | 100.74 |
ખેડા | 100.36 |
મહિસાગર | 100.50 |
મહેસાણા | 100.32 |
મોરબી | 100.94 |
નર્મદા | 100.27 |
નવસારી | 100.75 |
પંચમહાલ | 100.16 |
પાટણ | 100.57 |
સાબરકાંઠા | 100.48 |
સુરેન્દ્રનગર | 100.29 |
તાપી | 100.37 |
ડાંગ | 100.37 |
વડોદરા | 100.07 |
વલસાડ | 101.11 |
અત્રે નોંધનિય છે કે, ઇન્ડિયન ઓઈલ, ભારતીય પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ પર ભાવ 100ની નજીક પહોંચ્યા છે. જ્યારે શેલ જેવા અન્ય કંપનીના પેટ્રોલ પંપ પર ભાવ ક્યારનાય રૂ. 100 પાર કરી ચૂક્યાં છે.
#Funrangnews #Petrol price #Gujarat state #inflation