- માતા મોબાઈલમાં વ્યસ્ત હતી, ત્યાં દોઢ વર્ષની દિકરી હોટલના ચોથા માળેથી પટકાઈ.
- રાજકોટની ધ પાઈન વિન્ટા હોટલની ફર્શ પર પટકાયેલી બાળકીનું મૃત્યુ.
- દોઢ વર્ષિય દિકરી ગુમાવનાર માતા સહિતના પરિવારજનો આઘાતમાં.
રાજકોટ. આજકાલ માતા – પિતાને મોબાઈલનું એટલું વળગણ હોય છે કે તેઓ પોતાનાં સંતાન કરતાં પણ વધુ ધ્યાન મોબાઈલને આપતાં હોય છે. રાજકોટની ધ પાઈન વિન્ટા હોટલના ચોથા માળે મોબાઈલમાં ખોવાયેલી માતાએ દોઢ વર્ષની દિકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે.
(દુર્ઘટનાનો વિડીયો હૃદય હચમાવે તેવો છે, માટે બાળકીને બ્લર કરી દેવામાં આવી છે.)
સંતાન કરતાં મોબાઈલમાં વધુ ધ્યાન રાખતાં માતા – પિતા માટે ચેતવણીરૂપ કિસ્સાની વિગતો એવી છે કે, રાજકોટ ખાતે સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે પુણેથી દિપેશભાઈ ગોહિલ તેમની પત્ની માનસીબહેન અને દોઢ વર્ષની દિકરી નિત્યા સાથે આવ્યા હતાં. રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ધ પાઈન વિન્ટા હોટલના ચોથા માળે આવેલા રૂમ નં. 403માં તેઓને ઉતારો આપવામાં આવ્યો હતો.
આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં માતા અને પુત્ર રૂમમાં એકલાં હતાં. હોટલના રૂમની ચારેક ફૂટની બારી ખુલ્લી હતી. આ બારીમાં કોઈ ગ્રિલ કે આડશ નહોતી. મોટી વ્યક્તિ પણ ગફલતમાં હોય તો પડી જાય એટલી મોટી બારી પાસેના બાકડાં પર નિત્યા રમી રહી હતી. તો બીજી તરફ, માનસીબહેન મોબાઈલમાં રમી રમવામાં વ્યસ્ત હતાં. માતા રમી રમવામાં વ્યસ્ત હતી તે દરમિયાનમાં નિત્યા રમતાં રમતાં બારી પર ચઢી ગઈ હતી અને અચાનક બારીની બહાર ફંગોળાઈને હોટલની ફર્શ પર પટકાઈ હતી.
માસૂમ બાળકી જમીન પર પટકાતાં જ ખાનગી ટેક્સી ડ્રાઈવરે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે હોટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બાદમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીનું મોત નિપજ્યું હોવાનુ જણાવ્યું હતું. બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg