- વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ટાણે લલિત વસોયા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા સાથે છેડછાડ.
- ટીખળખોરો દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરાતો હોવાનો લલિત વસોયાનો ખુલાસો.
રાજકોટ. સોશિયલ મિડીયામાં ધોરાજી – ઉપલેટાના કૉંગ્રેસી ધારાસભ્યના નામનું ફેક સોગંદનામું વાઈરલ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, હું લલિત વસોયા સોગંદ લઉં છું કે, જો હું ધોરાજી – ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ. તો હું 135વાળા માવાના 12માંથી 5 રૂપિયા સરકાર પાસે કરાવીને પછી જ બીજું કામ કરીશ. આ ફેક સોગંદનામા અંગે લલિત વસાયોએ ખુલાસો કર્યો હતો કે, ટીખળખોરો દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ટાણે કૉંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, હું લલિત વસોયા ઇશ્વરના સોગંદ લઉં છું કે, હું ધોરાજી – ઉપલેટા વિસ્તારના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ સામે લડવા ચૂંટણી લડી રહ્યો છું. લોકસેવાના કાર્યો કરવા એ મારો પ્રથમ અને અંતિમ ધ્યેય છે. જો હું ચૂંટણીમાં જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ. તો ધારાસભ્યને મળતો પગાર હું મારા મત વિસ્તારના આર્થિક રીતે ગરીબ અને તમામ ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકોની મેડિકલ સહાય માટે આપી દઈશ. આ વ્યવસ્થા માટે હું ધોરાજી – ઉપલેટાના બિનરાજકીય અને સામાજીક આગેવાનોની એક સમિતિ બનાવી તેમને જવાબદારી સોંપીશ.
(જાનવરની જેમ ચાલતાં પરિવાર વિશે જાણો છો? જુઓ નીચેનો વિડીયો)
ઉપરોક્ત સોગંદનામા સાથે છેડછાડ કરીને કેટલાંક ટીખળખોરો દ્વારા તેને વાઈરલ કરવામાં આવ્યું છે. ત્યારે લલિત વસોયાએ ઓરીજીનલ સોગંદનામું રજૂ કરવા સાથે એક વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કરીને ખુલાસો કર્યો છે. વિડીયોમાં લલિત વસોયાએ પોતે કરેલા ઓરીજીનલ સોગંદનામાનું પાલન કરતાં હોવાનો દાવો કરવા સાથે જણાવ્યું છે કે, ધોરાજી ભાજપનો આખો ઘાણવો દાઝી ગયેલો છે. સારા કામની કદર કરવાને બદલે એ સોગંદનામામાં ફેરફારો કરી અને 5 રૂપિયામાં 135નો માવો મળશે. આવો મારા સોગંદનામાના નામે સોશિયલ મિડીયામાં ફોટો વાઈરલ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મારા વિસ્તારના લોકો બધું જાણે છે. ધારાસભ્ય તરીકે મળતો પગાર, ગાંધીનગરમાં આવેલો મારો બંગલો કે જેમાં ત્યાં આવતાં લોકો માટે હું સુવિધા પુરી પાડું છું. ટીખળ ટોળકી આવી પ્રવૃત્તિ કરી પોતાની માનસિકતા છતી કરતી હોવાનું મને લાગી રહ્યું છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg