• Galaxy Unpacked part 2 ઇવેન્ટમાં Galaxy S21 FE (fan edition) લોન્ચ થાય તેવી શક્યતા.
  • 18 ઓક્ટોબરે ગૂગલ અને 19 ઓક્ટોબરો એપલ દ્વારા પણ ઇવેન્ટનું આયોજન.  

funrang. મોબાઈલ ટેક્નોલોજીની જાયન્ટ કંપનીઓ દ્વારા આગામી તા. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન અલગ અલગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ઓક્ટોબરે Google અને ત્યાર બાદ 19 ઓક્ટોબરે Apple દ્વારા ઇવેન્ટ યોજાનાર છે. જેમાં તેઓ કેટલીક નવી જાહેરાતો કરશે. તો 20 ઓક્ટોબરના રોજ સેમસંગ દ્વારા Galaxy Unpacked part 2નું આયોજન કરાયું છે. એવી શક્યતાઓ છે કે, આ ઇવેન્ટમાં સેમસંગ આ વર્ષનો સુપર ફોન લોન્ચ કરે.

Galaxy Unpacked part 2ના આયોજનની ઘોષણા સાથે સેમસંગ દ્વારા હજી સુધી એ માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ ઇવેન્ટમાં શું લોન્ચ કરવામાં આવશે. પરંતુ, તાજેતરમાં ટિપસ્ટર જોન પ્રોસરે જાણકારી આપી હતી કે, સેમસંગ 29 ઓક્ટોબરના રોજ Galaxy S21 FE ફોન લોન્ચ કરશે. ટિપસ્ટરે એમ પણ કહ્યું હતું કે, 29 ઓક્ટોબરે લોન્ચના એક અઠવાડિયા પહેલા એટલે કે 20 ઓક્ટોબરના રોજ આ ફોન પ્રિ-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, 20 ઓક્ટોબરના રોજ આયોજિત ઇવેન્ટમાં Galaxy S21 FE પ્રિ-લોન્ચ કરી શકાય છે.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

Galaxy S21 FE (ફેન એડિશન)ની ફીચર્સ અને સ્પેસિફિકેશન જોઈએ તો, આ ફોન 6.4 ઇંચની ફુલ એચી ડિસપ્લે પર લોન્ચ કરવામાં આવી શકે છે. જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પર કામ કરશે. આ મોબાઈલ ફોનમાં પંચ-હોલ ઇનફિનિટી ઓ એમોલેડ ડિસપ્લે જોવા મળશે. આ સ્માર્ટ ફોન White, Graphite, Lavender અને Olive Green કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે.

સેમસંગ ગેલેક્સી એસ21 એફઇમાં એન્ડ્રોઈડ 11 આપવામાં આવી શકે છે જે સેમસંગ વન યૂઆઈ 3.1.1 સાથે કામ કરશે. પ્રોસેસિંગ માટે ફોનમાં ઓક્ટાકોર પ્રોસર સાથે ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 888 ચિપસેટ જોવા મળી શકે છે. 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરજ મળે તેવી શક્યતા છે. આ ફોનની લોઅર પેનલ પર સ્પીકર ગ્રિલ અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ સાથે સિમ ટ્રે આપવામાં આવ્યો છે. આ ફનમાં ઇન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેંસર ઉપરાંત પાવર બેકઅપ માટે ફાસ્ટ ચાર્જીંગ ટેક્નોલોજીથી સજ્જ 4500mAhની બેટરી મળી શકે છે.

#Funrangnews #Information #technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *