- તાત્કાલિક વિભાગમાં હાજર શિખાઉં તબીબ દ્વારા સારવારમાં બેદરકારી રાખી હોવાની રાવ સાથે રાવપુરા પોલીસ મથકમાં અરજી.
વડોદરા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તબીબ ફરજ બજાવતાં ના હોવાથી દર્દીઓની સારવાર શિખાઉં તબીબો દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદો અનેકવાર ઉઠવા પામી છે. તાત્કાલિક સારવાર વિભાગમાં હાજર શિખાઉં તબીબ દ્વારા દર્દીની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવા અંગેની એક અરજી રાવપુરા પોલીસ મથકમાં કરવામાં આવી છે.
નવાપુરા વિસ્તારના કહાર મહોલ્લામાં રહેતાં કહાર કમલેશ ચંદુભાઈએ રાવપુરા પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે, ગત તા. 19 નવેમ્બરના રોજ કમલેશના પિતા ચંદુભાઈને સારવાર અર્થે પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તા. 22 નવેમ્બરના રોજ ત્યાંથી રજા લઈ, તમામ રિપોર્ટ સાથે તેઓને સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બપોરે 1 વાગ્યાના અરસામાં તાત્કાલિક સારવાર વિભાગમાં કોઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરજ પર હાજર નહોતા. એમની જગ્યાએ શિખાઉં ડૉક્ટર કરણ હાજર હતાં.
ફરજ પર હાજર શિખાઉં ડૉક્ટરે ચંદુભાઈની કોઈપણ પ્રકારની સારવાર કરી નહોતી. કમલેશ પાસે તમામ રિપોર્ટ્સ હોવા છતાં એ જ રિપોર્ટ્સ ફરી કરાવવા આગ્રહ કર્યો હતો. જેને પગલે કમલેશે ફરી રિપોર્ટ્સ કરાવ્યા હતાં. જોકે, રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ફરજ પર હાજર શિખાઉં તબીબે ચંદુભાઈની કોઈપણ પ્રકારની સારવાર કરી નહોતી કે દવાઓ આપી નહોતી.
સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના વડા રંજન ઐયરને વાત કરતાં એમણે પણ કમલેશને જણાવ્યું હતું કે, શિખાઉં ડોક્ટર કરણે દર્દી અંગેની કોઈપણ જાણકારી એના આસિસ્ટન્ટ પ્રોફેસરને આપી નથી.
સયાજી હોસ્પિટલમાં સારવાર નહીં મળવાને કારણે પોતાના પિતા પર જીવનું જોખમ આવેલું હોઈ, કમલેશે આ મામલે બેદરકાર તબીબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક સારવાર વિભાગમાં શિખાઉં ડૉક્ટર કેવી રીતે સારવાર કરી રહ્યાં છે. તેની તપાસ કરવા માટે અરજી કરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg