• વિશ્વામિત્રીના પૂરમાં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયના મુંગા જીવો ભગવાન ભરોસે રહ્યાં હોય તેવી સ્થિતિ.
  • પૂરને કારણે 7 હરણ અને 2 નીલગાયના મોત નિપજ્યા.

FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

Vadodara News | પ્રભુ રામે સુવર્ણ મૃગનો પીછો કર્યો એમાં સીતા માતાનું અપહરણ થયું હતું. જ્યારે વડોદરામાં સુવર્ણ – સત્તા અને ભ્રષ્ટાચારમાં ખદબદતાં “મગરો”નાં પાપે, સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં 7 હરણ અને 2 નીલગાય પૂરમાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.

ફનરંગ ન્યૂઝના પત્રકાર જલ્પેશ ગોસ્વામીએ આજરોજ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જલ્પેશ ગોસ્વામીએ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં જે પરિસ્થિતિ જોઈ એ પરથી ચોક્કસ કહી શકાય કે, પ્રાણીસંગ્રહાલયના મોટાભાગના પશુ – પક્ષીઓ પૂરના આશરે 50 કલાક ભગવાન ભરોસે રહ્યા હશે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ચારે તરફ પાણી ફરી વળ્યું હશે ત્યારે પ્રાણીસંગ્રહાલયનો સ્ટાફ બધાં જ પશુ – પંક્ષીઓની કાળજી રાખી નહીં શક્યો હોય એવું સ્પષ્ટ જણાય છે.

આમેય મગરો ધરાવતી વિશ્વામિત્રીના નીર સયાજીબાગમાં ફરી વળ્યાં હોય ત્યારે સ્ટાફના માણસો માટે પણ કપરી સ્થિતિ સર્જાઈ હશે એવું જલ્પેશ ગોસ્વામીનું માનવું છે. જોકે, સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં કામ કરતાં કેટલાંક લોકોએ એવો બળાવો કાઢ્યો હતો કે, આટલાં વર્ષોમાં આવી કપરી પરિસ્થિતિ પહેલીવાર સર્જાઈ છે. ઘણાં પૂર જોયાં પણ, આવું પહેલાં ક્યારેય થયું નથી.

જલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ તમામ પશુ – પક્ષીઓને ભોજનની પણ પૂરતી વ્યવસ્થા થઈ હોય એવું જણાતું નથી. પીંજરામાં પૂરાયેલા મુંગા જીવોના ચહેરા પર વિતેલાં 50 કલાકોના ભયાવહ દ્રશ્યો તરતાં હોય એવી અનુભુતિ થાય છે.

પૂરના પાણી ઓસર્યા બાદ 7 હરણ અને 2 નીલગાય મૃત્યુ પામ્યાં હોવાની જાણકારી મળી છે. જોકે, પક્ષીઓ તેમજ વાઘ – સિંહ સહિતના હિંસક પશુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

એકંદરે, વડોદરામાં સતત સત્તા પ્રાપ્ત કરતાં અને એકહથ્થુ સાશન ભોગવતાં ભાજપના નેતાઓની પ્રજાને ભાજી-મૂળા સમજવાની વૃત્તિ – ગમે તે થશે વડોદરાવાસીઓ મત તો ભાજપને જ આપશે એવો મદ અને પોતાનો વિકાસ કરવાની માનસિકતાનું પરિણામ વધુ એકવાર વડોદરાવાસીઓએ અને મુંગા જીવોએ ભોગવ્યું છે.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *