- 13 વર્ષિય સિંહણ “ગેલ”ની 15 દિવસથી સારવાર ચાલતી હતી.
- સિંહણની સ્થિતિ હાલ સુધારા પર છે – ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકર
- સિંહણને દાઢીના ભાગે ઇજા પહોંચી હોવાથી ઇન્ફેક્શન થયું હતું.
- સર્જરી બાદ સિંહણે ખાવાનું બંધ કરી દેતાં ઝુ ઓથોરીટી ચિંતીત થઈ હતી.
Vadodara. શહેરના સયાજીબાગ ઝૂમાં છેલ્લાં કેટલાંક સમયથી બિમાર સિંહણ “ગેલ”ની સર્જરી સફળ રહ્યા બાદ ખાવાનું ખાધાવગર ભૂખી રહેતી હતી. જોકે, આજે તેણે ખાવાનું શરૂ કર્યું છે અને હાલ તેની સ્થિતિ સુધારા પર હોવાનું ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું. એકંદરે, થોડા દિવસોમાં સિંહણ ગેલથી ખુલ્લા પાંજરામાં ફરતી જોવા મળશે.
ગત તા. 3 નવેમ્બરે સયાજીબાગ ઝૂ ઓથોરિટીને ધ્યાનમાં આવ્યું કે, 13 વર્ષિય સિંહણ “ગેલ”ના દાઢીના ભાગે ડાબી બાજુએ ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત સિંહણને શરૂઆતમાં 4 – 5 દિવસ સુધી ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જોકે, તેનાથી કોઈ ફરક પડ્યો નહોતો. ઉપરથી સિંહણ પોતાના પંજાથી ઘાવને ખંજવાળતી હોવાને કારણે ઇન્ફેક્શન થયું હતું. સિંહણની તબિયત લથડતાં સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
(સિંહણ અલગ રાખવામાં આવી હોવાથી સિંહ ઘણો સમય દરવાજા પાસે રાહ જોતો ઉભો રહે છે – જુઓ વિડીયો)
આણંદ વેટરનરી કૉલેજના નિષ્ણાંત તબીબો અને સયાજીબાગ ઝૂની ટીમે સિંહણના ઘાવની સર્જરી કરી હતી. તેમજ ઇન્ફેક્શન દૂર કરીને ટાંકા લઈ લીધા હતાં. ત્યારબાદ દવાઓ ચાલુ કરી દેવાઈ હતી. જોકે, સર્જરી બાદ સિંહણે ખોરાક લેવાનું બંધ કરી દેતાં ઝૂ ઓથોરિટી ચિંતિત થઈ હતી. જોકે, આજે સિંહણે ખોરાક લેવાનું શરૂ કરી દેતાં ઓથોરિટીની ચિંતા હળવી થઈ હતી.
સયાજીબાગ ઝૂ ઓથોરિટી અને આણંદ વેટરનરી કૉલેજના તબીબોના પ્રયાસોથી સિંહણ “ગેલ”નો જીવ બચી શક્યો છે. હાલ તેને ખુલ્લા પીંજરામાં રાખવામાં આવી રહી છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો છે એમ ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરનું કહેવું છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.