• સેલવાસના બાવીસા ફળિયામાં આવેલી મદ્રેસામાં 35 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.
  • મેડિકલ રિપોર્ટ બાદ મૌલવીની ધરપકડ કરતી પોલીસ.
  • મારા પતિ પર ખોટા આરોપ લાગ્યા છે – મૌલવીની પત્ની

સેલવાસ. સેલવાસના બાવીસા ફળિયામાં ચાલતી મદ્રેસાના મૌલવી (શિક્ષક) દ્વારા 17 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. સગીરાના આક્ષેપને પગલે મેડિકલ રિપોર્ટ કઢાવ્યા બાદ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી, આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૌલવીની પત્નીએ દુષ્કર્મના આક્ષેપોને ફગાવી દીધા છે.

બાવીસા ફળિયાની મદ્રેસામાં રહીને 35 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ગત તા. 23 નવેમ્બરના રોજ સાંજે એક વિદ્યાર્થિનીએ પોતાની માતાને ફોન કરી, તબિયત સારી ના હોવાથી મળવા બોલાવી હતી. માતા મળવા ગઈ ત્યારે સગીરાએ મૌલવી (શિક્ષક) દ્વારા ગુજારાયેલા દુષ્કર્મ વિશે તેને વાત કરી હતી.

સગીરાની કેફિયતને પગલે માતા તેને લઈને પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી, આરોપી મૌલવીની અટકાયત કરી હતી. દરમિયાનમાં ગઈકાલે સાંજે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી, મૌલવીની ધરપકડ કરી, પોક્સો હેઠળ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મદ્રેસામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓના નિવેદન લેવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે મૌલવીની પત્નીનું કહેવું છે કે, તેના પતિ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. જો આક્ષેપો સાચા હશે તો હું તેમને તલ્લાક આપી દઈશ.

News source – www.sandesh.com

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *