UFO_ALIEN_GUJARAT

 

આ કોઈ એલિયન ની ટ્રેન નથી કે નથી કોઈ UFO

UFO_ALIEN_GUJARAT

શનિવારે રાત્રે 8:45 pm સમયે આખાયે કચ્છ ના રહેવાસીઓ ને ધંધે લગાડી દીધા, કારણ હતું આકાશ માં દેખાયેલ અજીબો ગરીબ ઉડતી ટ્રેન

અમરેલી – ગીર – સોમનાથ જિલ્લા માં પણ આ ઉડતી ટ્રેન દેખાયા ના અહેવાલ છે

 ➡ જો તમે સમજતા હોવ કે આ કોઈ એલિયન ટ્રેન ગુજરાત માં સફેદ કચ્છ નું રણ માં ફરવા આવી છે કે ગીર ના સિંહ દર્શન કે પછી સોમનાથ ના દરિયા કિનારે ફરવા આવી છે તો એ જરાય સાચી હકકીકત નથી એટ્લે આપણે ગુજરાતી ઓ એ બહુ હરખાવાની કે ઉત્સવ મનાવવાની જરૂર નથી.

હકકીકત માં આ જે ઉડતી એલિયન ટ્રેન કે ઉડતા તારા જેવી જે સંરચના ગત રાત્રે આકાશ માં દેખાઈ એ પેલા ટીવી પર ચાલુ ઇન્ટરવ્યૂ માં દારૂ નો પેગ મારતા અને ગાંજો ફૂંકતા #Tesla અને #spaceX નામ ની અધ્યતન ટેક્નોલોજી ધરાવતા મહાનુભાવ @ElonMusk ની જ  ઘરે ઘરે – ખૂણે ખૂણે ઇન્ટરનેટ આખાય વિશ્વ માં ફેલાવાની યોજના સાથે ચાલુ કરેલી એમની વિશ્વવ્યાપી ઇન્ટરનેટ પૂરું પાડતી સેવા #STARLINK ના સેટેલાઈટ નું એક જુમખું જ છે.

પર્વતો ઉપર તારાઓવાળા આકાશમાં 13 ઘટનાક્રમ રીતે અંતરે સફેદ બિંદુઓની રેખા.

[image: starlinks – spacex]

બહુવિધ વિકર્ણ ઉપગ્રહ માર્ગો અને અગ્રભાગમાં ઊંચા સાગુઆરો કેક્ટસ સાથે આછું વાદળી રાત્રિનું આકાશ.

એરિઝોનામાં રોજર ઓબાને 5 મે, 2021ના રોજ સ્ટારલિંકનો આ ફોટો કેપ્ચર કર્યો

@ElonMusk  આવા ઓછામાં ઓછા 12,000 Starlink ઉપગ્રહો મોકલવાની યોજના ધરાવે છે, SpaceX એ આ વર્ષે 600 થી વધુ નવી Starlinks લોન્ચ કરી છે, સામાન્ય રીતે તેઓ એક સમયે 60 ઉપગ્રહ લોન્ચ કરે છે. અત્યાર સુધી માં 1500 આવા ઉપગ્રહો આકાશ માં starlink જુમખા માં ફરી રહ્યા છે,

અહી ઉલ્લેખ કરવો જરૂરી છે કે, યુક્રેન ના જે શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સાવ ખંડેર થઈ ગયા છે ત્યાં SpaceX ની આ stalinks ને કારણે જ યુક્રેન ના લોકો એમના ફોન અને ઇન્ટરનેટ, કોઈ modem કે રાઉટર વગર ચલાવી શકી  છે !

 

ખાસ વિનંતી:

આપ ને આ સમાચાર કેવા લાગ્યા એ તમે અમને ઈમેલ – ફોન – whatsapp – ફેસબુક કે Instagram પર જણાવી શકો છો, આપ ની પાસે પણ આવા કોઈ સમાચાર – વિડીયો કે માહિતી હોય તો અમને મોકલી આપો અમે આપના પરિચય સાથે FUNRANG દ્વારા લોકો સુધી અવશ્ય પહોચાડીશું

વાંચો – વંચાવો – શેર કરો મિત્રો પરિવાર સાથે www.FunRang.news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *