- ઇલેક્ટ્રોનિક્સ શૉમાં હ્યુમન રોબોટ જમાવી રહ્યો છે આકર્ષણ.
- એમેકા સાથેની વાતચિતના વિડીયોઝ સોશિયલ મિડીયામાં વાઈરલ.
Mehulkumar Vyas. [9978918796]
શોર્ટ સર્કિટ । વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉ CES (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ) 20222માં હ્યુમન રોબોટ Ameca (અમેકા) મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે. અમેકા સવાલોના જવાબો આપવા સાથે મજાક કરી શકે છે, વાતચીત દરમિયાન ચહેરા પર માનવ જેવા જ હાવભાવ આવે છે. તેની આંખો – ગાલ – હોઠ વગેરેનું હલનચલન વાતના સંદર્ભમાં યોગ્ય રીતે થાય છે.
હ્યુમન લાઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અમેકાને હ્યુમન લુક આપવામાં આવ્યો છે. હ્યુમનોઈડ રોબોટિક્સ હાર્ડવેરના ઉપયોગ અને એડવાન્સ્ડ મેસ્મર ટેક્નોલોજીથી અમેકાને તૈયાર કરવામાં આવી છે. અમેકામાં માથું અને હાથ જોડાયા છે બાકીનો ભાગ રોબોટીક રાખવામાં આવ્યો છે. અમેકાના માથામાં ટ્રિટિયમ રોબોટ ઓ.એસ. નાંખવામાં આવી છે, જે ક્લાઉડ પ્રોગ્રામ સાથે કનેક્ટ થયેલી હોય છે. જેના કારણે અમેકા સાંભળી અને સમજીને વાતચીત કરી શકે છે.
ઇલેક્ટ્રોનિક્સ શૉમાં અમેકાની સાથે વાતચીત કરનારા મુલાકાતીઓના વિડીયો વાઈરલ થયાં છે. એક વિડીયોમાં અમેકાને પુછવામાં આવે છે કે, શું તું ભગવાનમાં ભરોસો છે? તો એના જવાબમાં અમેકા સ્મિતભેર કહે છે કે હું કોઈપણ વસ્તુ પર વિશ્વાસ કરતી નથી. વાતચીત દરમિયાન મુલાકાતી એને પોતાના જેકેટનો રંગ તેમજ પોતે ઘડિયાળ પહેરી છે કે નહીં? એવાં પ્રશ્નો પણ પુછે છે. જેના અમેકા રમૂજ સભર જવાબ આપે છે.
જ્યારે અન્ય એક વિડીયોમાં મુલાકાતી યુવક અમેકાને બોયફ્રેન્ડ છે કે નહીં? એ વિશે વાત કરે છે જેના જવાબમાં અમેકા ખૂબ જ રમૂજી પ્રત્યુત્તર આપે છે.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરે પુછ્યું શું કરે છે?
મોબાઈલમાં વ્યસ્ત પકડુંએ કહ્યું કે, ચેટિંગ.
ટાઈગરઃ ચેટિંગ એટલે શું?
પકડુઃ સામ સામે ના હોવા છતાં એકબીજાનું ભેજું ચાટવાની કળા એટલે ચેટિંગ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz