ફેબ્રુઆરી માસમાં દરેક વાર ચાર વાર આવનાર હોવાનો યોગ 823 વર્ષે સર્જાયો હોવાનો મેસેજ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. ત્યારે ખરેખર શું આ બાબત સાચી છે? તે અંગે ફનરંગ દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવતાં દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.

Mehulkumar Vyas. [9978918796]

શોર્ટ સર્કિટ । હાલ સોશિયલ મિડીયામાં એક મેસેજ વાઈરલ થયો છે. જેમાં કહેવાયું છે કે, ફેબ્રુઆરી 2022માં ખૂબ અનન્ય યોગ સર્જાવાનો છે. 823 વર્ષે યોજાઈ રહેલાં યોગના કારણે ફેબ્રુઆરી માસમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર ચાર ચાર દિવસ આવશે. મેસેજમાં દાવો કરાયો છે કે, 28 દિવસનો મહિનામાં સાતેય વાર ચાર – ચાર દિવસના ભાગમાં વહેંચાઈ જશે.

જોકે સત્ય હકીકત એવી છે કે, આવો કોઈ વિશિષ્ટ યોગ 823 વર્ષે સર્જાતો નથી. પરંતુ, માત્ર લીપ વર્ષ (LEAP year) સિવાયના તમામ વર્ષોમાં આવો યોગ સર્જાય છે. કારણકે, લીપ વર્ષ સિવાયના વર્ષોમાં 28 દિવસ આવતાં હોય છે અને તેના કારણે 28 દિવસ સરખાં ભારે ચાર ચાર વારમાં વ્હેંચાયેલા જ હોય છે.

ઉદાહરણ તરીકે સમજીએ તો, વર્ષ 2020 લીપ વર્ષ હતું ત્યારબાદ વર્ષ 2021 અને વર્ષ 2022 બાદ વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં પણ આવો જ યોગ સર્જાવાનો છે. વર્ષ 2020 બાદ હવે વર્ષ 2024માં લીપ યર હોવાથી ફેબ્રુઆરી માસમાં 29 દિવસ આવશે ત્યારે સપ્તાહનો એક વાર પાંચ વખત આવશે.

એકંદરે, સોશિયલ મિડીયા પર વહેતો થયેલો મેસેજ ખોટો છે. આવો મેસેજ ગત વર્ષે પણ વાઈરલ કરવામાં આવ્યો હતો.

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગર મોં લટકાવીને ઉભો હતો, ત્યાં પકડું આવ્યો.

પકડું – શું થયું ટાઈગર?

ટાઈગર – અરે પેલી કામીની…

પકડું – પેલી બહુ બ્યુટીફૂલ છે એ.. ?

ટાઈગર – એ મને આવીને સ્ટાઈલ બોલી… મેરી હર એક સાંસ પર હર કોઈ મરતા હૈ…

પકડું – અરે વાહ… પછી…

ટાઈગર – પછી શું… મેં કીધું કોઈ સારી ટૂથપેસ્ટ વાપર… તો લાફો મારી દીધો… બોલ…

(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *