- ➡ કેરળ માં રહેતા શ્રીનાધ મેનન નામના ola સ્કૂટર માલિકે આગળ નું પૈંડું છૂટું પડી જતા, tweet કરતાં#OLA ના વપરાશકર્તા ઓ માં ચણભણાટ અને ચર્ચા
- 😳 શ્રીનાધ મેનન યુઝરે ઓલા સ્કૂટરના બે ટુકડા થવાની ફરિયાદ ઓલા ઈલેક્ટ્રીક અને કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલને પણ ટેગ કરી ને કરી હતી.
તેણે પોતાના ટ્વીટમાં OLA શ્રીનાધે એવી માંગણી પણ કરી હતી કે એમને આ સ્કુટર બદલી આપવા માં આવે અને જોડે જોડે એમ પણ કહ્યું હતું કે આગળ ઉપર ola આવી ખામી ને દૂર કરે જેથી કોઈ નો જીવ જોખમ માં ના મુકાય.
આ ટ્વિટ વાયરલ થતા જ ટ્વિટ્ટર પર અન્ય ઓલા સ્કુટર ના માલિકો એ OLA ને હાથોહાથ લીધી હતી અને આખા દિવસ દરમ્યાન ટ્વિટ્ટર પર ભારે comments અને meme નો મારો ચલાવ્યો હતો મેનનની પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર ઓલા સ્કૂટર તૂટી જવાની ફરિયાદોથી ભરાઈ ગયું હતું. એક પછી એક યુઝર્સે કંપનીના સ્કૂટરની ક્વોલિટી વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને સ્કૂટરના બે ટુકડા થઈ ગયાની ફરિયાદ પણ શરૂ કરી હતી અને ઉગ્ર પ્રતિભાવો આપ્યા હતાં.
જોકે OLA ના ટ્વિટ્ટર હેન્ડલ પર થી આ ઘટના વિષે શ્રીનાધ ને ટ્વિટ કરી ને જાણ કરી હતી કે અમે તમને ટૂંક સમય માં કોલ કરી ને આપનો સંપર્ક કરી ને યોગ્ય મદદ કરીશું.