આઇન્સ્ટાઇનને અવકાશ અને સમયને અનુક્રમે ચોથું અને પાંચમું પરિમાણ તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યારે વિજ્ઞાનને ભરોસો બેઠો કે બર્નહાર્ડ અને રીમેન પણ ખોટા નહોતાં!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । થોડા દાયકા પહેલાં સુધી વૈજ્ઞાનિકો એવું માનવા લાગ્યા હતાં કે ફિઝિક્સ એટલે કે ભૌતિકવિજ્ઞાનમાં હવે શોધખોળ કરવાલાયક કશું બચ્યું નથી. ભૌતિકવિજ્ઞાન સંશોધનની પરાકાષ્ઠા પર પહોંચી ચૂક્યું છે, એવો એક મત પ્રવર્તવા માંડ્યો હતો, પરંતુ ક્વૉન્ટમ ફિઝિક્સ અંગે જાણકારી મળ્યા બાદ વિજ્ઞાનજગતને સમજ પડી કે હજુ તો આપણે રત્તીભર પણ આગળ વધી શક્યા નથી! સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ. શૂન્યથી શરૂઆત કરવી પડે, એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ.
જર્મન ગણિતજ્ઞ બર્નહાર્ડ રીમેનએ ફિઝિક્સના ઉચ્ચ-પરિમાણીય અવકાશના ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી આપી, જેના થકી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતને આકાર મળ્યો. પરંતુ શું તમે એ જાણો છો કે બર્નહાર્ડ રીમેન માટે ઉચ્ચ પરિમાણો અંગે સંશોધનો કરવા એ તલવારની ધાર પર ચાલવા જેટલું અઘરું કામ હતું? જેવી રીતે આજે ભારતીય વેદ-પુરાણોમાં લખાયેલી વાતોને કપોળકલ્પિત માનીને ઉડાવી દેવામાં આવે છે, એવી જ રીતે રીમેનના સમયમાં ઉચ્ચતર પરિમાણો (Higher Dimensions) અંગે કોઈ વાત કરે, તો પણ તેને પાગલ ગણીને હસી કાઢવામાં આવતો!
પ્રખ્યાત તત્વચિંતકો અને ગણિતજ્ઞ યુક્લિડ, એરિસ્ટોટલ અને ટૉલેમી દ્રઢપણે એવું માનતાં રહ્યા કે બ્રહ્માંડમાં ઉચ્ચતર પરિમાણોનું અસ્તિત્વ જ નથી! આ માનવા પાછળ એમની દલીલ એ હતી કે, “બિંદુને કોઈ પરિમાણ હોતું નથી, રેખા એક-પરિમાણીય (ફક્ત લંબાઈ) હોય છે, સમથળ ભૂમિ દ્વિ-પરિમાણીય (લંબાઈ અને પહોળાઈ) હોય છે, નક્કર પદાર્થ ત્રિ-પરિમાણીય (લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ) હોય છે. આથી, એવું કઈ રીતે માની શકાય કે આ સિવાયનું ચોથું કે પાંચમું પરિમાણ પણ હોઈ શકે?”
૧૯મી સદીના શરૂઆતી ભાગમાં જર્મન ગણિતજ્ઞ કાર્લ ફ્રેડરિચ ગૌસ દ્વારા ખાનગી રીતે નૉન-યુક્લિડિયન ભૂમિતિ પર સંશોધનો શરૂ થયા. કાર્લ અને તેના હોનહાર વિદ્યાર્થી બર્નહાર્ડ રીમેનએ છૂપી રીતે યુક્લિડિયન-ભૂમિતિ સામે બળવો પોકારવાનું ચાલુ રાખીને પોતાનું કામ કર્યે રાખ્યું! જેના પરિણામે યુક્લિડની ભૂમિતિ બાદ રીમેનની ભૂમિતિ અસ્તિત્વમાં આવી, જેણે સાબિત કર્યુ કે બ્રહ્માંડમાં ત્રણ પરિમાણ (3D – 3 Dimensions) સિવાયના પણ પરિમાણો હોઈ શકે! યુક્લિડની ભૂમિતિ કડડભૂસ કરતી ભાંગી પડી.
આ આખી ઘટનાને સાવ સામાન્ય ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે, અમુકતમુક લંબાઈ અને પહોળાઈ ધરાવતી અફાટ સમથળ ભૂમિ પર એક વિદ્વાન ગણિતજ્ઞ પોતાના સાથીને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે વિશ્વમાં લંબાઈ અને પહોળાઈ સિવાયનું ત્રીજું પરિમાણ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે અંગે હજુ કોઈ જાણતું નથી. આ વાત સાંભળીને સહ-કર્મચારીઓ તેને જોકર ગણીને હસી કાઢે છે, એવામાં અચાનક આ સમથળ ભૂમિ પર એક વિશાળ ગોળો, દડો અથવા વર્તુળાકાર પદાર્થ આવી ચડે છે, જે પોતાની સગવડ અનુસાર આકાર બદલી શકવા સક્ષમ છે! ઘડીકમાં એ ગોળો સમથળ થઈ જાય તો ઘડીકમાં ફૂટપટ્ટી! બસ… આ જ ઘડીએ ગણિતજ્ઞના સાથીઓની આંખ ખૂલી જાય છે અને તેઓ સ્વીકારે છે કે ત્રીજું પરિમાણ પણ અસ્તિત્વ ધરાવે છે! આવી જ કંઈક કાર્લ અને બર્નહાર્ડની હતી, જ્યારે તેઓ ઉચ્ચતર પરિમાણોની વાત કરી રહ્યા હતાં!
આઇન્સ્ટાઇનને અવકાશ અને સમયને અનુક્રમે ચોથું અને પાંચમું પરિમાણ તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યારે વિજ્ઞાનને ભરોસો બેઠો કે બર્નહાર્ડ અને રીમેન પણ ખોટા નહોતાં! રીમેનના સિદ્ધાંતોને આજે આપણે ‘સ્ટ્રિંગ થિયરી’ અથવા ‘એમ-થિયરી’ તરીકે ઓળખીએ છીએ.
થોડી લાંબી કહી શકાય એવી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ હવે હું તમને આપણાં પુરાણો તરફ લઈ જવા માંગુ છું, જ્યાં પણ ઉચ્ચતર પરિમાણોની વાત કરવામાં આવી છે… પરંતુ જરા જુદી રીતે! ભૂલોક, ભુવર્લોક, સ્વર્ગલોક, મહર્લોક, જનોલોક, તપોલોક, સત્યલોકને ઉર્ધ્વલોક (Higher Dimensions) તરીકે અને અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળને અધોલોક (Lower Dimensions) તરીકે આલેખાયા છે! કમનસીબે, આધુનિક વિજ્ઞાન હજુ મિલ્કી-વે આકાશગંગા એટલે કે ભૂલોકથી સંપૂર્ણપણે વાકેફ ન હોય, ત્યારે અન્ય પરિમાણો એટલે કે અધોલોક અથવા ઊર્ધ્વલોકની તો વાત જ શું કરવી? કોને ખબર, આવનારા ભવિષ્યમાં ભૌતિકવિજ્ઞાન ઉપરોક્ત પરિમાણો અંગે વિગતવાર માહિતી મેળવી લે! એ નહીં થાય, ત્યાં સુધી તો વિજ્ઞાનજગત માટે સંસ્કૃત ધર્મગ્રંથો એ ફક્ત કથા જ રહેવાના! પરિમાણો અંગે પુરાણોનું અધ્યયન શું જણાવે છે, એ વાત આગળ વધારીશું આવતાં અઠવાડિયે.
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz