BMW FLOW Electric SUV [કોન્સેપ્ટ] એક બટન દબાવવા પર રંગ બદલી શકે છે
➡ આ તકનીક માં કાર પર કોઈ પણ કલર નો ઉપયોગ નથી થતો
➡ SUV ની બોડી પેનલને ફિટ કરવા માટે ખાસ બનાવેલા રેપિંગ કટ સાથે બનાવા માં આવે છે
ખાસ પ્રકાર ના Wrapping અને e -Ink તકનીક થી એસયુવીની બોડી પેનલના આકાર સાથે મેચ કરવા માટે રંગીન પેનલને ચોક્કસ રીતે કાપવામાં આવી હતી અને પછી દરેક વિભાગ સાથે ઇલેક્ટ્રિક વાયરિંગ જોડાયેલ છે.
પેનલની સપાટીઓ પર લાખો નાના કેપ્સ્યુલ્સ હોય છે, દરેકમાં -નેગેટિવે રીતે ચાર્જ થયેલ સફેદ રંગ અને +પોઝિટિવ રીતે ચાર્જ થયેલ કાળા રંગ ના palettes હોય છે. વિદ્યુત પ્રવાહ એક અથવા બીજા palettes ને સપાટી પર લાવે છે જે વિવિધ શેડ્સ બનાવે છે. એકવાર રંગ પરિવર્તન પૂર્ણ થઈ જાય પછી, પેનલ વધુ વિદ્યુત ચાર્જની જરૂર વગર તેમનો રંગ જાળવી રાખે છે.
એસયુવીને વિવિધ ભાગોમાં તમામ એક શેડ અથવા વિવિધ શેડમાં રંગીન કરી શકાય છે. વ્હીલ્સ પણ રંગ બદલી શકે છે.
સફેદ રંગ ગરમીને પ્રતિબિંબિત કરી શકે છે, કેબિનને વધુ આરામદાયક તાપમાન માં રાખે છે અને એર કન્ડીશનીંગની જરૂરિયાત ઘટાડે છે. તેનાથી વિપરીત, બ્લેક બોડી વધુ ગરમીને શોષી લે છે અને ઠંડા દિવસોમાં કેબિનને ગરમ રાખવામાં મદદ કરે છે, ગરમી અને વેન્ટિલેશનની જરૂરિયાત ઘટાડે છે.
#BMW એ જણાવ્યું છે કે આ માત્ર concept કાર છે – આવી કાર નું સામાન્ય લોકો માટે ઉત્પાદન ચાલુ કરવાનો હાલ પૂરતી કોઈ યોજના નથી – પણ ભવિષ્ય માં જરૂર થી વિચાર થઇ શકે