શોર્ટસર્કિટ. હાલના ઇન્ટરનેટ યુગમાં હેકિંગ એ બહુ મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. ત્યારે સ્માર્ટફોનને હેકિંગથી બચાવવો હોય તો આ 8 ભુલો ના કરવી જોઈએ.

સ્માર્ટ ફોન અપડેટ કરતાં રહેવું.

સ્માર્ટફોન નિયત સમય પર અપડેટ કરવો ખૂબ જરૂરી છે. કારણકે, સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સાઈબર એટેકથી બચવા માટે નવાં નવાં સિક્યોરિટી અપડેટ આપતી હોય છે. સ્માર્ટફોનને હેકિંગથી બચાવવા માટેનું આ પહેલું પગલું છે. સોફ્ટવેર અપડેટ કરવા માટે ફોનના સેટિંગમાં જઈ સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરીને નવા અપડેટની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

પાસવર્ડ પ્રોટેક્શન ઓન રાખશો.

સ્માર્ટફોનની સિક્યોરિટી માટે પાસવર્ડ પ્રોટેક્શન હંમેશા ઓન રાખવું જોઈએ. ફોન માટે એક પેટર્ન લૉક, પર્સનાઈઝ્ડ પીન કે એક આલ્ફાબેટિકલ – ન્યૂમેરિક પાસવર્ડ પસંદ કરી શકાય છે. સ્માર્ટ પાસવર્ડ પસંદ કરવો જોઈએ જેથી હેકર્સને અનુમાન લગાવવામાં મુશ્કેલી પડે.

APK ફાઈલ ડાઉનલોડ ના કરવી જોઈએ.

સૌથી મહત્વની વાત છે કે, એપ્સ માત્ર Google Play store પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. અન્ય સોર્સથી APK ડાઉનલોડ કરીને તેને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવી જોખમી સાબિત થઈ શકે છે.

એપની ટર્મ અને કન્ડિશન વાંચવાનું રાખો.

કોઈપણ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરતી વખતે હંમેશા તેની ટર્મ અને કન્ડિશન વાંચવાની આદત રાખવી જોઈએ. બહુ જાણીતી ના હોય એવી એપ ડાઉનલોડ કરતી વખતે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. એપ્સને કોન્ટેક્ટ બુક, માઈક, ગેલેરી વગેરેના એક્સેસ બહુ વિચારીને આપવા જોઈએ.

ભરોસાપાત્ર એપ્સ જ ઇન્સ્ટોલ કરો.

Google Play Store કે Apple Store માં ભરોસાપાત્ર એપ્સ જ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ. બીન જરૂરી એપ્સને નિયમિત રીતે અન-ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરવી ના જોઈએ.

બ્લુટૂથ, જીપીએસ, વાઈફાઈને રાખો બંધ.

જો જરૂરત ના હોય તો, હંમેશા સ્માર્ટફોનના બ્લૂટૂથ, જીપીએસ અને વાઈ-ફાઈને બંધ રાખવી જોઈએ. કારણકે, આ ફિચર્સ દ્વારા હેકર્સ સહેલાઈથી સ્માર્ટફોન હેક કરી શકે છે. માટે જરૂર ના હોય તો આ સેવાઓ બંધ રાખવી જોઈએ.

વાઈઃફાઈનો ઉપયોગ સતર્કતાથી કરવો.

પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પલ્બિક વાઈ-ફાઈ પર ઓનલાઈન બેકિંગનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

જૂના એપ્સને કરી દો અન-ઇન્સ્ટોલ

સ્માર્ટફોનમાં નહીં વપરાતાં અને જૂના એપ્લિકેશન્સને અન-ઇન્સ્ટોલ કરી દેવા જોઈએ. કારણકે, એનાથી ફોનની સ્પેસ પણ વપરાય છે તે સાથે સિક્યોરિટી પર પણ ખતરો બની રહે છે.

Source – www.jagran.com

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

One thought on “સ્માર્ટફોનને હેકિંગથી બચાવવો હોય તો, આ 8 ભૂલો ના કરશો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *