વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મચારીઓએ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે હડતાળ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો છે.એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધરસો વધ્યો છે તો બીજી બાજુ આ હડતાળને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વિધામાં મુકાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મીઓએ સમય કરતાં વધુ કામ કરાવાઈ રહ્યુ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના ગાઈડ, અન્ય ડિપાર્ટમેન્ટ તેમજ હાઉસ કિપિંગ સ્ટાફના કર્મીઓએ એસ.એસ.એન.એલ ના ચેરમેન, નર્મદા મંત્રી ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના પ્રતિક માથુર તેમજ એજન્સીના સુરેશ રાવને 8 કલાક નોકરીનો સમય રાખવા, પગારના ઉલ્લેખ સાથે ઓરીજીનલ વર્ક ઓર્ડર અને એપોઇન્ટમેન્ટ લેટર આપવા, બેઝિક-એલાઉન્સ-તેમજ પી.એફ નંબરના ઉલ્લેખ સાથે દર મહિને પગાર સ્લીપ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે અમે અમારી આ માંગો બાબતે પ્રતિક માથુર તેમજ એજન્સીના સુરેશ રાવને વખતો વખત રજૂઆતો કરી તે છતાં અમને એમના તરફથી એવો જવાબ મળે છે કે નોકરી કરવી હોય તો કરો બાકી બહારનો રસ્તો ખુલ્લો જ છે.તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને એમની માંગો પુરી થાય એ જરૂરી બન્યું છે.
(જુઓ ખાંટુ નટુનો મજેદાર વિડીયો)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg