• દિકરીના જન્મ દિવસે જ માતાએ તાપીમાં મોત વ્હાલુ કર્યું હતું.

Funrang. પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ પરીવારની પરીણીતાએ દિકરીના જન્મદિવસે જ તાપીમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કરવાના બનાવમાં સિંગણપોર પોલીસે પુત્રવધુને જીવન ટૂંકાવવા મજબૂર કરનાર સાસુની ધરપકડ કરી છે.

પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી દીનદયાળ સોસાયટીમાં રહેતા 31 વર્ષિય જયતીબહેન સંકેતભાઈ જોષી ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ સવારે નિત્યક્રમ મુજબ ફુલ લેવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતાં. દિકરીના જન્મદિવસે જ ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગયેલા જયતિબહેનનો મૃતદેહ તાપી નદીમાં મળી આવ્યો હતો. સોશિયલ મિડીયાને આધારે તેમના મૃતદેહની ઓળખ થઈ હતી.

આપઘાતના આ બનાવ અંગે પોલીસે તપાસ કરતાં સાસરીયા દ્વારા આપવામાં આવતાં અસહ્ય ત્રાસને કારણે પરીણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. સાસરીયાના ત્રાસને પગલે તા. 2 સપ્ટેમ્બરના રોજ જયતીબહેને જહાંગીરપુરા રામમઢી ઓવારે જઈને તાપીમાં મોતનો ભૂસકો માર્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસને પગલે પોલીસે સાસરીયા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. આને આખરે 55 વર્ષિય સાસુ હેમાબહેન અનંતકુમાર જોષીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#funragn #gujaratinews #surat #crime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *