- સુરતના સિટીલાઈટ વિસ્તારના મહાવીર એપાર્ટમેન્ટની ઘટના.
- પતિએ કામવાળી રાખવાનો ઇન્કાર કરતો હોવાના મુદ્દે ગૃહકંકાશ થયો હતો.
- બે મહિનાની દિકરીનો પણ માતાએ વિચાર ના કર્યો.
સુરત. સિટીલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કામવાળી રાખવાના મુદ્દે થતાં કકળાટને પગલે આવેશમાં આવીને એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુક્યું હતું. બે મહિનાની દિકરીનો વિચાર કર્યા વિના પગલું ભરનાર માતાનું મોત નિપજ્યું હતું.
સિટીલાઈટ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે આવેલા મહાવીર એપાર્ટમેન્ટમાં પત્ની અને બે માસની દિકરી સાથે રહેતો એન્જિનિયર અંકુર પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નાની બાળકીની હેરાનગતિને ધ્યાનમાં રાખી અંકુરની પત્ની સોનલ ઘરકામ માટે કામવાળી રાખવા ઇચ્છતી હતી. જોકે, ઘરકામ માટે કામવાળી રાખવા અંગે અંકુર ઇન્કાર કરતો હોઈ, અવાર નવર દંપત્તિ વચ્ચે કકળાટ થતો હતો.
ગત મંગળવારે બપોરના સમયે વધુ એકવાર પતિ – પત્ની વચ્ચે કામવાળીના મુદ્દે કકળાટ થયો હતો. જેમાં આવેશમાં આવી ગયેલી સોનમે એપાર્ટમેન્ટના ચોથા માળથી ઝંપલાવ્યું હતું. ચોથા માળેથી જમીન પર પટકાયેલી સોનમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં તબીબોએ સોનમને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં ખાટોદરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ પુરતું આપઘાત પાછળ કામવાળી રાખવાના મુદ્દે થયેલો કકળાટ જવાબદાર હોવાનું જાણવા મળે છે.
https://chat.whatsapp.com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg